________________
( ૮
)
પુત્રનાં વચન સાંભળી શીયળવતીએ જણાવ્યું. ભાઈ તમે જે વચનો કહ્યાં છે તે સર્વે મેં ધ્યાન દઈને સાંભળ્યાં છે. વિગી મનુષ્યને આશ્વાસન આપનાર, આપત્તિમાં આવી પડેલાને ઉદ્ધાર કરનાર અને શરણાગતનું રક્ષણ કરનાર એવા ત્રણ પુરૂષોથી આ પૃથ્વી “રત્નગરમાં એવા યથાર્થ નામને ધારણ કરે છે. લાવણ્ય, રૂપ, યૌવન અને વૈભવાદિ ગુણ હોવા છતાં પણ પરને દુઃખે દુઃખી થનાર કોઈ વિરલા મનુષ્ય જ હોય છે. આ પ્રમાણે કોણીપુત્રના વિદ્યમાન ગુણની પ્રશંસા કરી, શીયળવતી તેની સાથે પહાડથી નીચી ઉતરી વહાણમાં જઈ બેઠી. અને થોડા જ દિવસમાં સમુદ્રનો પાર પામી અહીં આવી. સોમચંદ્ર મારું ટૂંક વૃત્તાંત જણાવી મને પિતાના પિતાને સોંપી. જયવમે રાજાની પુત્રી શીળવતી તે પિતે હું જ છું. અહીં સુંદરી એવા નામે પ્રખ્યાતિ પામી છું.
મહારાજા ચંદ્રગુપ્ત ! વ્યવહારિક સુખથી ત્યજાયેલી, પરદેશમાં આવી પડેલી, સ્વજન વર્ગથી વિગિત થયેલી અને માનસિક દુઃખથી દુઃખી થઈ અહીં આપને ઘેર હું દિવસો પસાર કરૂં છું.
નૃપતિ ! જ્યાં સુધી મનુષ્યો પિતાનું સ્થાન મૂકતા નથી ત્યાં સુધી જ તેનામાં કુલીનતા, ગુરૂતા,વિદ્વત્તા, સૌભાગ્યતા, રૂપ, ગુણ, સુખ, ધમ અને સ્વઆચારમાં નિકતા રહે છે. હિમવંત પર્વતમાંથી પેદા થયેલી, મહાન પવિત્ર, જગત પ્રસિદ્ધ, રત્નાકર સાથે જોડાયેલી અને મહાન સુખી છતાં અમર સરિતા(ગંગા)ની માફક, સ્થાનભ્રષ્ટ થતાં સ્ત્રીઓને દુઃખરૂપ પાણું વહન કરવું પડે છે.
મારી બહેન યા સખી ચંદ્રલેખાની સાથે મારો પ્રથમ મેળાપ થતાં જ તેમણે મારું ચરિત્ર યા ઇતિહાસ સંભળાવવા આગ્રહ કર્યો હતો, છતાં અવસર સિવાય બોલવું મને યોગ્ય ન લાગવાથી હું માન ધરી રહી હતી. પણ આજે અવસર મળતાં મેં મારે સર્વ વૃતાંત આપ સર્વને જણાવ્યો. ખરી વાત કે અવસર આવ્યા વિના જણવેલ કાર્ય ગૌરવતાને પામતું નથી.