________________
(૮૬)
સુદર્શન ! છો જે જે કર્મના નિમિત્તથી સુખ દુઃખ પામે છે તે સવ કારણે હું જણાવું છું તમે સેવે એકાગ્ર ચિત્તથી શ્રવણ કરો.
રાગ-દ્વેષને આધીન થઈ આ જીવો ચાર પ્રકારના કષાયથી પ્રજવલિત થાય છે, તથા મેહરૂપ દઢ રજજુ(દોરડાં થી બંધાઈને પરિગ્રહ, આરંભમાં આસકત થઇ રહે છે પરનો પરાભવ કરો, પરની નિંદા કરવી, પરધનને અપહાર કરવો, પરસ્ત્રીમાં લંપટ થવું અને છનો વધ કરે ઇત્યાદિ અનેક પ્રકારે છે કર્મબંધન કરે છે. તે કર્મબંધનથી બંધાયા બાદ તેઓ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણનાં સ્થાન આ પ્રમાણે છે
યોની એટલે ઉત્પત્તિસ્થાન. જેનાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એક સરખાં હોય તેવાં અનેક ઉત્પત્તિસ્થાન હોય તથાપિ તે એક જાતિની અપેક્ષાએ એક ગણાય. તેવાં પૃથ્વી સંબંધી સાત લાખ સ્થાનમાં (નીઓમાં) આ જીવ પરિભ્રમણ કરે છે. તેવી જ રીતે પાણું સંબંધી સાત લાખ ની. (ઉત્પત્તિસ્થાન) તેવી જ અગ્નિ સંબંધી જુદી જુદી સાત લાખ યોની. તેવી જ વાયુ સંબંધી સાત લાખ યોની, પ્રત્યેક વનસ્પતિ સંબંધી દશ લાખ યોની, સાધારણ વનસ્પતિ સંબંધી ચૌદ લાખ યોની, બેઈકિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઈદ્રિયવાળા જીવો સંબંધી બે લાખ યોની, દેવ સંબંધી, નારકી સંબંધી અને તિર્યંચ પંચેંદ્રિય સંબંધી જીવોની ચાર-ચાર લાખ યોની અને મનુષ્ય સંબંધી ચૌદ લાખ યોની (ઉત્પત્તિસ્થાન) આ સર્વ સ્થાનમાં ઈષ, વિષાદ અને વધ-બંધાદિ અનેક દુઃખને સહન કરતાં અશરણપણે છે પરિભ્રમણ કરે છે. આ સર્વ યોનીસ્થાનને એકઠાં કરતાં તેની સંખ્યા ચોરાશી લાખ જેટલી થાય છે. તે સર્વ સ્થાનમાં વિવિધ પ્રકારના સુખ, દુઃખના અનુભવ કરતાં અનંતો કાળ થયો છે. આ સામાન્ય પ્રકારે કર્મબંધનું કારણ મેં જણાવ્યું છે. હવે એક એક જીવ વિશેષ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે તે હું તમને જણાવું છું. મન, વચન, શરીરથી અનેક વાર દુષ્ટ કમ કરનાર, મહાપરિગ્રહ