________________
( ૬૭)
રૂપ જોવાથી તે તરફ દષ્ટિ આકર્ષાય છે. દષ્ટિનું આકર્ષણ થવાથી નેહ બંધાય છે. નેહ થવાથી તેનો પરિચય થાય છે. પરિચયમાં (સહવાસમાં ) આવવાથી શીયળ મલિન થાય છે અને શીયલથી ભ્રષ્ટ થયેલા છ સંસારમાં પરિભ્રમણ કરે છે. ૧. ખરી વાત છે કે
रसाणिदिय बैभवयं मगगुति तहय मोहणियसम्म । चउरो इमाइ नूगं, जिप्पति जइक्क वीरेहिं ॥१॥ જિહવા ઈદ્રિય, બ્રહ્મચર્યવ્રત, મોગુપ્તિ અને મેહનીય કર્મ, આ ચાર વસ્તુને વિજય કઈ વીરપુરુષ જ કરી શકે છે. ૧
આ અવસરે પિતાના અને વિજયકુમારના સંબંધમાં ગુપ્ત પણ ધીમે ધીમે સમાના લેકો કાંઈ વાતો કરતા હોય તેમ અનુમાનથી જાણીને પિતાના પિતાથી શરમાયેલી રાજકુમારી, તરત જ સભામાંથી ઊઠીને પિતાના વાસભુવનમાં આવી.
આ તરફ કુમારીના જવા પછી, શીળવતીને ખરો આશય શું હતું તે જાણ્યા સિવાય તેમજ કુળદેવીએ સ્વમમાં જણાવેલ વચનાનું નહિં સ્મરણ કરતાં, રાજાએ તરતજ શીળવતી અને વિજયકુમારને વિવાહ સંબંધ જાહેર કર્યો. અર્થાત્ વિજયકુમાર સાથે શીળવતીને વિવાહ કર્યો. નિમિત્તિઓને બોલાવી લગ્ન માટેના શુભ મુહૂર્ત નિર્ણય કર્યો. લગ્નદિવસ ઘણે નજીક આવવાથી તરત જ રાજમંદિરે શણગારવાનું કામ શરૂ થયું. રસ્તાઓ અને બજાર વિગેરે સાફસુફ થયા. વિવાહની સામગ્રીની ધામધુમ ચાલતી હતી, એટલામાં ઉઘાનપાલકે આવી રાજાને વિનંતિ કરી કે-મહારાજા ! શીશીર ત્રતુ પૂર્ણ થઈ હોવાથી પક્ષીઓના મધુર અને કલરવ શબ્દોરૂપ વાજીંત્રને વગાડતો, સુરની પાડલવૃક્ષના પુના આમેદવડે આકાશને પણ વાત કરતો અને પંચ બાણુના જોરથી નરનારીઓના માનને મદન કરતો આપણું વનને વિષે વસંત રાજા આવી પહોંચે છે. અર્થાત