________________
પ્રકરણ પંદરમું.
દુઃખીનો બેલી ભગવાન–સ્વધર્મીને મેળાપ.
જેટલી હૃદયની વિશુદ્ધિ, તેટલી જ કાર્યની સિદ્ધિ સમીપમાં છે. ઉગ્ર પુન્ય, પાપનો બદલો (કે ફળ) થોડા જ વખતમાં મળે છે. આવા વિપત્તિના કઠીણ પ્રસંગમાં પણ જે ધર્મકર્તવ્યમાં લીન થાય છે તેને તેના શુભ કર્તવ્યને બદલે કેમ ન મળે ? તેને મહાન પુરૂષો કેમ મદદ ન મોકલે ? દુઃખીનો બેલી ભગવાન છે. આ કહેવત પ્રમાણે શીળવતીના પુન્યથી પ્રેરાયે કહે કે, તે મહાપ્રભુની ભક્તિથી કોઈએ મેક્લેલ એક તરૂણ પુરૂષ ત્યાં આવી ચડે.
શીળવતી તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી હતી તેટલામાં જમીન પર પડેલા ઝાડનાં સુકાં પાંદડાંને ખડખડાટ તેના સાંભળવામાં આવ્યો. કાંઈક શંકાથી સાવધાન થઈ તે તરફ નજર કરી જુવે છે તો વસ્ત્રાભરણથી ભૂષિત શરીરવાળો અને થોડા માણસના પરિવારવાળો એક ઉત્તમ યુવાન પુરૂષ પોતાની નજીક આવતા તેણીએ દીઠે. - તે પુરૂષ પણ ધીમેધીમે નજીક આવી શીળવતીના સન્મુખ થઈ ચિંતવવા લાગ્યો કે આ કોઈ અમરી, વિધાધરી કે માનુષી રાજકુમારી જણાય છે. તે જે માનુષી હોય તો કોઈ ઉત્તમ શ્રાવકના કુળમાં જન્મ પામી હોય તેમ તેના “ આ નજીકમાં શિલાપટ્ટ પર આળેખેલા ” દેવનાં દર્શનનાં, કર્તવ્ય પરથી નિશ્ચય કરાય છે. ચોક્કસ નિર્ણય પરથી તે માનુષી છે એમ નિર્ણય કરી તે વિચારવા લાગ્યો કેગમે તે પ્રકારે પણ આ સ્ત્રીને કોઈપણ હરણ કરીને અહીં લાવ્યું હોય તેમ અનુમાન કરાય છે. હું જે દેવાધિદેવને દેવપણે આરાધન કરું છું તે જ દેવાધિદેવનું આ સ્ત્રી પણ આરાધન કરતી હોવાથી તે