________________
(૭૭)
થયેલા છે, રસના ઈદ્રિયના લાલુપી માછલીઓની માફક મરણને શરણ થાય છે.
કસ્તુરી, કુસુમ, કલાગુરૂ આદિ સુરભિસંધમાં લુબ્ધ થયેલા મનુષ્ય ઘાણેદ્રિયમાં આસક્ત થયેલા ભ્રમરની માફક કષ્ટ પામે છે.
મનહર યાને મધુર ગાયન મદમન્દ આલાપ અને હૃદયને દ્રવિત કરે તેવા પુરૂષ કે સ્ત્રીઓના પ્રણયવાળા શબ્દોમાં અવરિત મનવાળા મનુષ્ય, શ્રોત્રઈદ્રિય સુખના સંગમમાં તત્પર હરિણની માફક વિવિધ પ્રકારનાં દુઃખ પામે છે.
વિભ્રમ, વિલાસ, સૌભાગ્ય, રૂપ, લાવણ્ય અને મોહક કાંતિવાળા સુંદર રૂપની અંદર મહિત થયેલા મનુષ્યો પતંગની માફક મરણ પામે છે. . * ઈદ્રિયોને એક એક વિષય પણ આ જન્મમાં અસહ્ય દુખ આપતો અનુભવાય છે અને જ્ઞાનીઓના કહેવા પ્રમાણે અન્ય જન્મમાં નરકાદિ વ્યથા આપે છે તે જેને પાંચે ઈદ્રિયના વિષયો ખુલ્લા છે અર્થાત જેઓ પાંચે ઈદ્રિયના વિષયમાં આસક્ત છે તે દુઃખ પામે તેમાં નવાઈ શાની ?
પાંચ ઈદ્રિયના સુખને સદા અભિલાષી આ જીવ, વિરતિસુખને નહિ સ્વીકારતાં સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. ' હે ભાઈ! ઈદ્રિય વિષયમાં આસક્ત છે દુખ પામે છે તે વાત તું પતે જાણે છે છતાં, મને તું દુઃખનું કારણ પૂછે છે એ મેટું આશ્ચર્ય થાય છે.
તે યુવાન પુરૂષે જણાવ્યું. બહેન ! તમે જેમ કહે છે તે વાત સામાન્ય રીતે તે તેમ જ છે, તથાપિ હું વિશેષ કારણ જાણવા માગું છું.
શીળવતીએ જણાવ્યું ભાઈ મારી તે વાત તમે હમણાં મારા મુખથી કવણ નહિં કરી શકો, કેમકે પિતાના દુઃખની વાત