________________
(૯૬), આ પ્રમાણે તે યુવાન પુરૂષે દેવાધિદેવની રતુતિ કરી. શીળવતી તેના પહેલાં સ્તવના કરી રહી હતી. જ્યારે તે પુરૂષ પ્રભુસ્તુતિ કરીને ત્યાંથી ઊઠે કે તરત જ શીળવતીએ પણ પોતાનો સ્વધર્મી બંધુ જાણી આસન આપ્યું. તે પણ શીળવતીથી ઘણે દૂર નહિં તેમ નજીક નહિં તેવી રીતે તેના આપેલા વૃક્ષના પત્રના આસન પર બેઠે.
શીળવતીની સન્મુખ જોઈ, વિનયપૂર્વક તે પુરૂષે જણાવ્યું. બહેન ! તું કોણ છે અને ક્યાં રહે છે? યૂથથી વિખૂટી પડેલી હરિ. ણીની માફક એકાકી કેમ જણાય છે ? સમુદ્રની અંદર રહેલ આવા વિષમ પહાડ પર તું કેવી રીતે આવી શકી ? તારું નામ શું ? તું કોની પુત્રી છે ? તારા દુઃખનું કારણ શું છે ?
તારી મસ્તકના કેશને સમૂહ વિખરાયેલ છે. પુષ્પમાલા અને કુકમ આદિથી તારું શરીર પિંજરિત છે, છતાં અશ્રુના પ્રવાહથી તારા સુખની શોભા ભેદાયેલી છે. આટલું બેલી તે પુરૂષ શાંત રહ્યો.
આ પુરૂષનાં વચનાથી શીળવતીને ઘણો સંતોષ થયો, તોપણ તેણીને કંઠ તો શોકથી પુરાઈ ગયા. પિતાના પગ પર દૃષ્ટિ સ્થાપન કરી ઘણી મહેનતે તેણીએ જવાબ આપ્યો.
ભાઈ ! જેઓ દુનિયાના સ્નેહસુખના અભિલાષી થઈ, વિરતિસુખને ( આત્મસંયમના સુખને ) સ્વીકારતા નથી તેઓ મહાન વિપત્તિઓ પામે તેમાં કહેવાનું જ શું ?
, રસ, ગંધ. શબ્દ અને રૂપાદિ વિષયમાં વ્યાકુલ ચિત્તવાળા જીવો નાના પ્રકારની વિટંબા પામવા સાથે મૃત્યુને પણ શરણ થાય છે. મહેલ, શયા, વાહન અને સુંદર પુરૂષ, સ્ત્રીઓના સંગમના સુખમાં આસક્ત થયેલા છે, સ્પર્શેન્દ્રિય સુખમાં લુબ્ધ થયેલા હાથીની માફક મહાન દુખને અનુભવ કરે છે.
મધુર અન, પાન, ભેજનાદિ વિવિધ પ્રકારના રસમાં આસક્ત