________________
( ૭
)
વિધાધર ત્યાંથી જીવ લઈ નાશી ગયે. એ પરસ્ત્રીનું હરણ કરનાર ? તું થોડો વખત તો ઊભો રહે ઇત્યાદિ બેલતો ક્રોધરૂપ અનથી પ્રજવલિત થયેલો વિજયકુમાર તેની પાછળ પડયો.
આ તરફ શીળવતી પહાડ પર એકલી ઊભી ઊભી ચારે બાજુ નજર કરે છે તો તે પ્રદેશ તદ્દન અપરિચિત પિતાના જાણવામાં આવ્યો. તે નગરી, તે ઉધાન, માતા, પિતા અને સખી વર્ગ વિગેરે કાંઈ પણ નજરે ન આવ્યું. તે વિચારવા લાગી. હા ! હા ! હતવિધિએ મને ક્ષણ વારમાં મારા સંબંધીઓથી જુદી પાડી. અરે ! પણ જે મેટી આશા બાંધી મારા રક્ષણને માટે મારી પાછળ આવ્યો હતો તે રાજકુમાર પણ પાછા ન આવ્યો. અરે! તે મહાનુભાવ કયાં ગયો? શું તેને વિજય થયો હશે કે પેલાને ?
પહાડ તરફ લાંબી નજર કરી તે નીહાળતી હતી તો કઈ સ્થળે લાંગુલને ( પુછડાને ) જમીન પર આસ્ફાલન કરતો સિંહ દેખા. કઈ સ્થળે ઘેઘુરારવ કરતા વરાહ દેખાતા હતા. કઈ બાજુ સુંઢાદંડ ઊંચા કરી દોડાદોડ કરતા હાથીઓ જણાતા હતા. કોઈ સ્થળે શંગના અગ્રભાગે કરી શિલાઓને ઉછાળતા વમહિષો જોવામાં આવતા હતા કોઈ સ્થળે ચપળ સ્વભાવના વાનરોના યૂથ ફરતાં હતાં, તે કઈ ઠેકાણે ભયંકર ફુકાર ભૂતા મણિધરે (સર્પો) ફરી રહ્યા હતા. તો કઈ સ્થળે કિલકિલારવ કરતા વિક્રળ વેતાળે, રૌદ્ર શબ્દ કરતા પિશાચે, અને કલિંકા લઈ કૂદતી શાકિનીઓના પડછાયાના આકાર જણાતા હતા. આ પ્રમાણે ચારે દિશાએ પદાદિના શબ્દના પ્રતિરથી (પડછંદાથી) નિજન પ્રદેશમાં એકલી રહેલી શીળવતીને તે પહાડ ભયંકર ભાસતો હતો.
પવનથી ખડખડતાં ઝાડના શુષ્ક પત્રોને અવાજ સાંભળતાં જ દુષ્ટ જાનવરેની શંકાથી તેણીનું ગોત્ર કંપતું હતું. કેટલીક વખત તો સહજ ખડખડાટ થતાં વિજયકુમારની આવવાની શંકાથી તેણી સન્મુખ