________________
( ૬ )
વસંત ઋતુની શરૂઆત થઇ ચૂકી છે, તે આપ વનમાં ક્રીડા દવિતે દ અર્થે પધારશેા.
આ વર્તમાન સાંભળી રાજાએ ખુશી થઈ ઉઘાનપાલકને ઈચ્છાથી અધિક દાન આપી ખુશી કર્યાં. નાના પ્રકારના અલંકારથી અલંકૃત થઈ, અંતેઉરની રાણીઓ, તથા વિજયકુમારાદિને સાથે લઇ રાજા પુષ્પકરડ નામના ઉદ્યાનમાં આવી પહેાંચ્યું.
પ્રકરણ ૧૪ મું શીચળવતીનું હરણ.
રાજા પરિવાર સહિત વનમાં ફરવા લાગ્યા. ગુલાબ, જાઇ, કેતી, ચંપો, ડાલર, પાડલાદિ ઉત્તમ પુષ્પોનેા બહાર વનમાં ફેલાઇ રહ્યો હતા. અત્ર, જાંબુ, જખીર, દાડમ, નારંગો, એલા, લવીંગ આદિ વૃક્ષાની સુંદર ધટાઓમાં કાયલ, મેના આદિ પંખીઓના કલરવ શબ્દો સંભળાતા હતા. મજબૂત વૃક્ષાની ધટામાં બાંધેલા હીંડાળા પર મધ્યમ વયની કુમારિકાએ હીચી રહી હતી. તળાવ, વાવ અને કુંડામાં તરુણુ પુરૂષ, સ્ત્રીએ ક્રીડા કરવાપૂર્વક સ્નાન કરી રહ્યાં હતાં. રાજા પણ ક્રીડા કરવામાં વ્યગ્ર થઇ રહ્યો હતેા. એ અવસરે એક વિધાધર, વિજયકુમારનું રૂપ ધારણ કરી શીળવતીનું હરણ કરી આકાશમાર્ગે ચાલતા થયેા. વિજયકુમારની ભ્રાંતિયો શીળવતી મેલી ઉઠી–રાજકુમાર ! સ્ત્રીએનાં ચપળ ચિત્ત જાણ્યા સિવાય તેની સાથે હાંસી કરવી તે તમને યે।ગ્ય નથી. મને તમે હમણાંજ મૂઠ્ઠી ઘો, જેથી હું મારી સખીયામાં ચાલી જાઉં. વળી મારાં માતા, પિતાદિ સ્વજનવગ સર્વે અહીં છે, માટે તેની પણ મને લજ્જા આવે છે.