________________
( ૬૬). ચિંતામાં મગ્ન થયો હતો, એ જ અવસરે તે રાજાની સેવા કરવા માટે કુણાલા નગરીથી આહવમલ રાજાને વિજયકુમાર નામને પુત્ર ત્યાં આવી પહોંચ્યો. દૂરથી રાજાને પ્રણામ કરી તે ઊભો રહ્યો. રાજાએ કુશળ સમાચાર પૂછી બેસવાને આસન અપાવ્યું. આ રાજકુમાર પાસે આકાશગામિની વિધા હેવાથી તે આકાશગમન કરી શકતો હતો. આ કારણથી તે રાજા પાસેથી તેમજ લોકો તરફથી પણ વિશેષ માન પામ્યો હતો. વળી તે એટલે બધે રૂપવાન હતો કે તેને દેખવા માટે સંખ્યાબંધ પુરૂષ, સ્ત્રીઓ તેની પાછળ ફરતાં યા તેને નીકળવાના રસ્તા પર રાહ જોઇને ઊભાં રહેતાં હતાં.
આ અવસરે રાજપુત્રી શીળવતી પણ પિતાના પાદવંદનાથે અનેક સખી સાથે રાજસભામાં આવી. પિતાને નમસ્કાર કરી તેની નજીકમાં શીળવતી બેઠી. સભામાં આજુબાજુ નજર કરતાં વિજયકુમાર તરફ રાજકુમારીનું ધ્યાન ખેંચાયું. કુમારનું અદ્દભૂત રૂપ દેખી કુમાશ વિચારવા લાગી કે–આ રાજકુમાર જે સ્ત્રીને પતિ થશે તે નારી કોઈ મહાભાગ્યવાન યા પુન્યવાન જ હોવી જોઈએ. આ પ્રમાણે વિચારણા કરતી કુમારીએ વિકારી લાગણી વિના સ્વાભાવિક રીતે જ વિજયકુમાર ઉપર પિતાની દષ્ટિ સ્થાપના કરી.
કુમારીની દષ્ટિ વિજયકુમાર ઉપર ઠરેલી દેખી પાસે રહેલા સભાના લોકોએ સહસા તે જ નિર્ણય બાંધી લીધો કે-કુમારીની લાગણી આ કુમાર ઉપર વિશેષ છે.
આ તરફ કુમારીનું મન નિર્દોષ છતાં ધીમે ધીમે કુમારના રૂપમાં આસકત થવા લાગ્યું કહ્યું છે કે
रुत्रेण दिद्विपसरी पसरेण रइ रईइ संसग्गो । तेग ख मालइ सोलं, पणसीलाणं संसारो ॥१॥