________________
પ્રકરણ તેરમું
સીરત્ન સુંદરીનું જીવનવૃત્તાંત.
દક્ષિણાર્ધ ભારતવર્ષના મધ્યખંડમાં જગપ્રસિદ્ધ, ધન, ધાન્યથી ભરપૂર અયોધ્યા નામની નગરી છે. નિધિની અંદર સ્થાપન કરેલ દ્રવ્યની સંખ્યા અને ભુવન પર રહેલ ધવલ ધ્વજાઓની સંખ્યાથી મનુષ્ય લેકમાં પણ દૈવિક સંપદાનું ભાન થતું હતું. ગુહનાં શિખરોમાં ટોચ ઉપર ) બારસાખ પર રહેલા તેરણોમાં અને સ્થંભના અગ્ર ભાગ પર જડવામાં આવેલાં રત્નથી એમ અનુમાન કરાતું હતું કે વિધિએ રત્નાકરને (સમુદ્રને) તો કેવળ જળ માગ જ અવશેષ રાખ્યો છે. બાકી સધળાં રત્ન આંહી આપ્યાં છે.
રિપુ વર્ગના દર્યને તોડનાર અને નીતિલતાને વૃદ્ધિ પમાડવામાં સજલ જલધર સમાન ઈક્વાકુ વંશમાં તિલક સરખો જયધમ રાજા તે નગરીમાં રાજ્ય કરતો હતો. આ રાજાનું હૃદય મુનિસુવ્રતસ્વામી તીર્થંકરના ગુણગણોથી નિરંતર વાસિત હતું. તે મિથ્યાત્વતિમિરને દૂર કરવાને સર્ય સમાન સમર્થ હતો. વળી સ્વભાવથી જ સમુદ્ર કરતાં અતિશય ગંભીર હતો, છતાં સમુદ્રની માફક ખારે ન હતો. સૂર્યની માફક તેજસ્વી હતો છતાં કોઈને સંતાપ કરતો ન હતો. મેરૂપર્વતની માફક ગુણગણેથી ગુરૂ (ભારે) હતો તથાપિ તે સ્તબ્ધ (અહંકારીઅક્કડ) ન હતો. ચંદ્રની માફક સૌમ્ય સ્વભાવનો હતો તથાપિ તે કલંક રહિત હતો. તેની કીર્તિ સુરલોક પર્યત પ્રસરનારી હતી. પરાકમ શત્રુઓનો ક્ષય કરવા પર્યતનું હતું. ભકિત જિનેશ્વરેને નમન કરવા પર્વતની હતી અને ત્યાગ દારિદ્રયને દૂર કરવા પર્વતને હતે.