________________
(૬૩)
પ્રકારે વલ્લભ છે તો મારું માનવું એમ છે કે,–તે તારા વચનથી સંસારવાસમાં રહેવાનું તરતજ કબૂલ કરશે. ખરેખર સ્વજનોની એ જ રીતિ છે કે સુખ–દુઃખમાં સરખો ભાગ લઈ ગ્ય અવસરે મદદ આપે.
રાજાનાં આ વચનો સાંભળી સુંદરી વિચારમાં પડી કે મારે આ ઠેકાણે સુદર્શનાને કાંઈ પણ કહેવા જેવું નથી. કેમકે તેણું જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવ જાણનારી છે. જિન ધર્મના તો તેનાં રમે રોમે પરિણસી રહ્યાં છે. શું તેણી મારા વચનથી સંસાર તરફ પોતાનું વલણ કરશે ? નહિં જ. વળી વિષયોથી વિરક્ત થયેલાને વિષય સંબંધી બોધ આપી તેમાં પ્રવૃત્તિ કરાવવી તે તેના પવિત્ર હૃદયને ઘાત કરવા બરાબર છે, માટે મારે તો જેમ તેણી જિનધર્મમાં સ્થિરયાને દૃઢ થાય તેમ તેને કહેવાની જરૂર છે. તેમ કહેવાથી મહારાજ કદાચ વિરક્ત થશે, પણ તેનું પરિણામ તો સારું જ આવશે. ઈત્યાદિ કેટલાક વખત સુધી ઘણી બારીક રીતે વિચાર કરી સુંદરીએ રાજાને જણાવ્યું. મહારાજા ! આ કાર્યમાં મારા જેવા બાળકને બોલવાનું શું છે? અર્થાત્ આ વિદ્વાન રાજકુમારીને શિક્ષા આપવી તે મારી બુદ્ધિનું માપ કરવા જેવું છે, તથાપિ આપનો આગ્રહ વિશેષ છે તો અવસરને ઉચિત હું કાંઈપણ જણાવીશ કે જે બોલતાં લોકો આગળ હું હાંસીપાત્ર ન થાઉં.
મહારાજા! આ ક્ષણભર માત્ર રમણિક વિષયસુખમાં લુખ્ય થયેલા મનુષ્ય; પરિણામે ( અંતમાં) જે દુઃખ પામે છે તે દુઃખ વિષમ વિષકદલીથી પણ અત્યંત દુ:ખદાયી છે, તેના સંબંધમાં સ્વાનુભવસિદ્ધ એક આખ્યાયિકા (કથા–દષ્ટાંત) હું આપ સર્વને નિવેદિત કરું છું. આપ સાવધાન થઈને શ્રવણ કરશો.