________________
(૩૬)
લીલામાત્રમાં તરી જાય છે તે દેવસુખ ભોગવી નિર્વાણ સુખ પામે છે. જે મનુષ્યને સ્વપ્નમાં વેતાલ, ભૂત, ડાકિની, નાહાર અને શિંગડાંવાળા પ્રાણિએ તિક્ષ્ણ શસ્ત્રવડે ભય પમાડે તે મનુષ્ય મહાન કષ્ટ-વ્યસન પામે છે. જે મનુષ્યના કંઠમાં પાછલી રાત્રીએ સ્વપ્નમાં વેત, સુગંધી પુષ્પની માળા કોઈ પણ સ્થાપન કરે છે તે નાના પ્રકારની રિદ્ધિ અને પુત્રી આદિ સંતાન પામે છે.
હેન ચંદ્રલેખા ! તેં આજે પાછલી રાત્રિએ આ સ્વમ જોયું છે જે ચાંચમાં પુષ્પમાળા લઈ સેનાની સમળી મારી પાસે આવી અને તે મારા કંઠમાં આરોપણ કરી. આ સ્વમ તને ઉત્તમ પુત્રીની પ્રાપ્તિ સૂચવનારું છે. તે પુષ્પમાળા વેત અને સુગંધી હેવાથી નિર્મલ શીયળ ગુણવાળી અને તમને સુખ આપવાવાળી પુત્રી થશે. •
ઇત્યાદિ સ્વમના ગુણ દોષ સૂચવનાર સુંદરીનાં વચન સાંભળી ચંદ્રલેખાને ઘણો હર્ષ થયો. તે દિવસથી ચંદ્રલેખા ધર્મકર્મમાં વિશેષ પ્રકારે સાવધાન થઈ દિવસો પસાર કરવા લાગી.
પ્રકરણ સાતમું
સુદર્શનાને જન્મ
આનંદમાં અને આશામાં કેટલાક દિવસો પસાર થયા. તેટલામાં ગર્ભવૃદ્ધિ પામવાનાં શુભ ચિહ્નો રાણીના શરીરમાં પ્રગટ થવા લાગ્યાં. તે દેખી રાણુને વિશેષ સંતોષ થયો. ગર્ભને વહન કરતાં શુભસૂચક અનેક પ્રકારના ડહોળાઓ પણ ઉત્પન્ન થયા. જાણે હું આખા દેશમાં દુઃખીયા ને દાન આપું. જિનમંદિરમાં અષ્ટાબ્લિકા મહેસવ કરાવું. પરમ ભક્તિએ સાધુજનોને ભક્ત, પાન, ઔષધાદિ