________________
(૫૮)
સરખા કહેવાય છે. ગૃહસ્થ તેમના સદેષ આચારને લઈને સર્વ પ્રકારે નિધ છે ત્યારે શ્રેષ્ઠ આચરણને લઈને ભિક્ષુકો સર્વ પ્રકારે સ્તુતિ કરવા યોગ્ય છે. ૨.
मेरुसर्षपयोर्यद्वद्भानुखद्योतयोरिव ।
समुद्रसस्सोयद्वत्तद्वद्भिक्षुगृहस्थयोः ॥३॥ જેટલું મેરુપર્વત અને સરસવના દાણામાં અંતર છે, સૂર્ય અને ખજુવામાં અંતર છે, તથા સમુદ્ર અને સરોવરમાં અંતર છે, તેટલું ભિક્ષુધમ (યતિધર્મ) અને ગૃહધર્મમાં છે. 8 *
નિરંતર આરંભમાં પ્રવૃત્તિવાળા, અને પરિવારાદિના પિષણમાં વ્યગ્ર થયેલા ગૃહસ્થોમાં જોઈએ તે પૂર્ણ ધર્મ કયાંથી હોય ?
खंडनी पेषणी चुल्ली जलकुंभ प्रमार्जनी । पंचशूना गृहस्थस्य तेन स्वग न गच्छात ॥१॥
ખાંડણી, ઘંટી, ચૂલો, પાણીના ઘડા અને સાવરણી; જીવસંહાર થવાનાં આ પાંચ નિમિત્તો ગૃહસ્થાને રહેલા હોવાથી (આ પાચ નિમિત્તે ગૃહસ્થાને રહેલાં હેવાથી (આ પાંચ આરંભમાં નિત્ય પ્રવૃત્તિ કરનાર) ગૃહસ્થ સ્વર્ગમાં જઈ શકતો નથી, ૧
અગ્નિમાંથી કદાચ પાણી પેદા થઈ શકે, વિષધર(સર્પ)ની દાઢમાં કદાચ અમૃત હોઈ શકે, અને નહિં બનવા લાયક કદાચ સસલાને શિંગડા આવે, તથાપિ વાહંસા કરવાથી ધર્મ ન જ હોઈ શકે,
તપ અને સંયમ કર્યા સિવાય સ્વર્ગ કેવી રીતે મળી શકે ? શું દશ વાવેલ ક્ષેત્રમાંથી કમોદ મળી શકે ખરી ? નહિં જ.
ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં પણ દેવ કે મનુષ્ય કે મોક્ષનાં સુખ મળતાં હોય અથવા આત્મા ઉજવળ થતો હોય તો રાજ્યાદિકનો ત્યાગ કરી રાજા, મહારાજાઓ શા માટે તપશ્ચર્યા અંગીકાર કરે ? "