________________
(૫૯) પિતાજી! મનુષ્યોએ ધર્મ એવા મિથ્યા નામથી નહિં ભોળવાતાં ધર્મના સત્ય પરમાર્થને વિચાર કરવો જોઈએ. જે મનુષ્ય જેના ખરા ગુણને જાણે છે તે વસ્તુ દૂર રહી હોય છતાં તે, તેની જ અભિલાષા કરે છે. ચંદ્ર આકાશમાં દૂર રહેલો છે તથાપિ તેને દેખીને દૂર રહેલાં કુસુદો હસે છે (વિકસિત થાય છે). જે ધર્મનાં સુંદર ફલે પ્રત્યક્ષપણે જોવામાં આવે છે તે ધર્મ ઉત્તમ છે. જે ધર્મના કાંઈપણ અલૌકિક ગુણો અનુભવમાં આવતા નથી, અથવા શ્રદ્ધાન કરવા લાયક ઉત્તમ ગુરુના મુખથી જે ધમ સાંભળવામાં નથી આ તે ધર્મને ધર્મપણે કેમ ગ્રહણ કરી શકાય?
ઉત્તમ ગુરુના ઉપદેશ સિવાયને ધર્મ પરલોક હિતકારી થતો નથી. જેમ ગુરુ સિવાય નૃત્ય કરતાં શીખેલ મયૂરને નૃત્ય કરતાં દેખી લોકો હસે છે, તેમ તે ધર્મ કરનાર હાંસીપાત્ર થાય છે.
પિતાજી ભવસમુદ્રમાં જહાજતુલ્ય ગુરુશ્રીની કૃપાથી દેવ, ગુરુ, ધર્મનું જે સ્વરૂપ મને જણાય છે, તે હું આપની આગળ જણાવું છું. આપ શાંતિથી શ્રવણ કરશે. *
દેવાધિદેવ જે પુત્ર, કલત્રાદિકની આશાના દઢ બંધનથી બંધાયેલ નથી,. અનંગ(કામ)બાણોથી જે બીલકુલ હણાયેલ નથી, સર્વ ભયથી નિરંતર મુક્ત હોવાથી પાસે હથિયાર રાખતા નથી, પ્રાપ્ત કરવા લાયક કાંઈ પણ બાકી ન રહેલું હોવાથી હાથમાં જપમાળા રાખતા નથી, સર્વજ્ઞ હોવાથી જેને પુસ્તકની બિલકુલ જરૂર નથી. પૂર્ણ હોવાથી ધ્યાન ન કરવાની જેને જરૂર નથી, દુજય કામ માતંગ(હાથી)ના કુંભસ્થળ વિદારવામાં જે સિંહ તુલ્ય છે, ક્રોધ દાવાનળ બુઝાવવામાં કરાવત મેધ સમાન છે, શક સર્ષને વશ કરવા ગરૂડ તુલ્ય
• નૃત્ય કરતાં મયૂરનો આગળનો ભાગ સુંદર દેખાય છે પણ કંઠને ભાગ તદ્દન ખુલ્લો અથો ખરાબ દેખાય છે. ગુરુ સિવાય પિતાની મેળે શીખેલ કળાનું આ દષ્ટાન્ત છે.