________________
*
(૫૫)
ક્ષત્રીઓ દાન આપે, વિદ્યા ભણે, યજ્ઞ કરાવે, ન્યાયથી પ્રજાનું પાલન કરે, ધર્મમાં તત્પર રહે, અનાચારથી લોકોને પાછા હઠાવે, કર પ્રમુખના બેજાથી પ્રજાને પીડા ન કરે. જુગાર, દારૂ, માંસ, વેશ્યા, પારધી પણું (આહેડે અગર શીકાર ), પરધન, પરસ્ત્રી અને બીજા પણ આ લેક પરલોક વિરુદ્ધ કાર્યોને ત્યાગ કરે. ધર્માર્થી ક્ષત્રીઓએ આ પ્રમાણે વર્તન કરવું જોઈએ.
વિદ્યાભ્યાસ, વાણિજ્યકલા (વ્યાપાર) અને નૃપસેવા પ્રમુખ પ્રશસ્ત ક વૈોએ (- વણિકોએ) કરવા અને નિરંતર ન્યાયધર્મમાં તત્પર રહેવું. આ વૈોનો ધર્મ યા ગૃહસ્થાશ્રમ છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનાં કર્મોથી રહિત, કૃષિકર્મ (ખેતી વાડી), સુતાર, લુહાર, કુંભાર, હજામ, કડિયા વિગેરેનાં કર્મો કરનાર શો કહેવાય છે. આ કર્મો કલષ્ટ હેવાથી પામર જીવોને ઉચિત છે. કલિષ્ટ હેવાનું કારણ રમૃતિમાં બતાવ્યું છે કે-માછલાની જાળ નાખ. નાર મછિમાર બાર મહિનામાં જે પાપ કરે છે તે પાપ જમીન ખેડ કરી હાળી (હળ ખેડનાર ) એક દિવસમાં કરે છે. શુદ્ધો પણ દેવ, ગુરૂભકિતમાં તત્પર રહે છે અને દાન આપે છે.
'હે રાજન ! આ પ્રમાણે ટૂંકમાં આપની પાસે મેં ગૃહસ્થાશ્રમ ધર્મ નિવેદિત કર્યો. ભૂમિશયા, બ્રહ્મચર્ય અને તપશ્ચર્યાવડે આત્માને દમન કરવો, શરીરને દુબલ કરવું તે વાનપ્રસ્થાશ્રમ કહેવાય છે.
સર્વસંગને ત્યાગ, બ્રહ્મચર્ય, ક્ષમા, જિતેન્દ્રિયપણું, એક સ્થળે વધારે વખત નહિં રહેવાપણું તે સંન્યસ્ત ધર્મ છે. કહ્યું છે કે
ग्रीष्मे हमंतिकान मासान् अष्टौ भिक्षुर्विचक्रमेत् । दयार्थ सर्वभूतानामेकत्र वर्षास्वावसेत् ॥१॥
ભિક્ષુકાકામીઓએ ગ્રીષ્મ ઋતુ અને હેમંત ઋતુના આઠ માસ પયંત પૃથ્વીતળ પર પર્યટન કરવું; પણ વર્ષાઋતુમાં સર્વ ની દયાને