________________
( ૪ )
હારિણી દ્વારા રાજાએ તત્કાળ કાટવાળને ખેલાવી પ્રજાને અને સુભટાને શાંત કરવા જણાવ્યું. કાર્યના સત્ય પરમાને જાણી કાટવાળ તરત જ સભાની બહાર આવ્યા, અને ઠેકાણે ઠેકાણે સુભટાને માકલી, લોકોને સત્ય વાતથી વાકેફ્ કરાવી પ્રજા અને તૈયાર થતા સુભટાને શાંત કર્યાં.
આ તરફ કપૂરથી વાસિત હરીચંદન અને કસ્તુરી પ્રમુખ શરીર પર સિંચન કરતાં, અને પંખાર્થી શીતળ પવન નાખતાં, રાજકુમારી સુ• દના કેટલીક વારે સ્વસ્થ થઇ, તરતજ ચારે બાજુ દૃષ્ટિ ફેંકવા લાગી. નવીન ચૈતન્ય પામેલી રાજબાળા, લજ્જા પામતી ભૂમિ પરથી મેડી થઈ અને રાજાના ખેાળામાં જઇ બેઠી. ભવ—ભયથી ભય પામેલી કુમારી વારંવાર તે સાવાહના સન્મુખ જોવા લાગી. યૂથથી વિખૂટી પડેલી હરિણીની માફક તે ખરેખર વ્યગ્ર ચિત્તવાળી જણાતી હતી. તેની આ મૂતિ સ્થિતિથી દુ:ખિત થઇ રહેલાં, માતા, પિતા અને અવર્ગાદિકને તેણીએ ધીરજ પણ ન આપી અને મેલાવ્યાં પણ નહિ. કેવળ તે સાÖવાહ તરફ દૃષ્ટિ આપી મધુર વચને . તેની સાથે સંભાષણ કરવા લાગી.
હે ધર્મ બાંધવ !જિનેન્દ્રમતકુશળ ! મેં સાંભળ્યું છે કે તમારું આવવુ ભયચ્ચ બંદરથી થયું છે. તમને કુશળ છે ?
નિર્વાણુ માર્ગમાં આસક્ત થયેલા, કદ્રુપ ગજેંદ્રને સ્વાધીન કરવામાં સિંહૈ તુલ્ય, અને પરીપકાર કરવામાં એકચિત્તવાળા મહાનુભાવ સુનિઓને ત્યાં કુશળ છે ?
રાજકુમારીના મુખથી નીકળતા આ શબ્દો સાંભળી માવાહ. ના આશ્ચર્યને પાર ન રહ્યો. તે વિચારવા લાગ્યા કે, નિશ્ચે આ રાજકુમારીએ કાઈ પણ જન્મમાં ભરૂચ્ચ નગરમાં મુનિઓને વંદન કર્યુ જણાય છે. અથવા દૃઢ કરજજુથી બંધાયેલા અને સંસાર પરિભ્ર મચ્છુને પરાધીન થયેલા જીવાને એવુ કાઇ પણ સ્થળ નથી કે જેને તેણે સ્પર્શી કે અનુભવ કર્યાં ન હેય. તે શહેરમાં પૂર્વના જન્મમાં