________________
ભોગવતાં તેણીએ બે બચ્ચાંને જન્મ આપ્યાં. પ્રસવ સમયની અસહ્ય વેદના ભગવતી વખતે તેણીનો પતિ પણ તેને મદદગાર ન થયો. ખરેખર જન્મથી મરણપર્યત સ્ત્રીઓ નિરંતર પરાધીન અને દુઃખ હોય છે. ઉદરપૂત્તિને માટે કાંઈ પણ ખાવા લેવા જવાને ઉપાય ચિંતવે છે, તેટલામાં અકસ્માત પ્રચંડ પવન વાવાને શરુ થશે. શે દિશાઓમાં ધૂળ ઉછળવા લાગી. મેઘની માળાને વિસ્તારતી પ્રાવક ( વર્ષા ) ઋતુ શરુ થઈ. કુપુરુષો જેમ અપયશથી વ્યાપ્ત થાય છે, તેમ ભ્રમરની માફક કાળાં અને તમાલ દલની માફક શ્યામલ વાદલાંના સમૂહથી આકાશ છવાઈ ગયું. નિર્ભાગ્ય પુરુષને મળેલા નિધાનની માફક ક્ષણદષ્ટનટ ચપળ વિજળી આકાશમાં ચમકવા લાગી. ઊંચ પદ પર રહેલા નીચ પુરુષની માફક, બ્રહ્માંડને પણ ફાડી નાખે તેવા નજીકમાં ગજર થવા લાગ્યા. વિરહી મનુષ્યના હૃદયને દુઃખરૂ૫, મોટી મોટી અખંડ ધારાથી વાદળો વરસવા લાગ્યાં. આ પ્રમાણે અવિચ્છિન્ન ધારાએ વરસાદ વરસતાં સાત દિવસ થયાં ત્યારે કાંઈક વરસાદને શાંત થયેલ દેખી તે સમજી દિશાઓના ભાગો નિહાળવા લાગી, તેણીનું શરીર ભૂખ તથા પીડાથી સંકોચાઈ ગયું હતું. ઉડવાની શકિત પણ તેવી ન હતી, તથાપિ ભૂખ સહન થઈ શકે તેમ ન હતી. તેમજ તેને ત્યાં બીજું કોઈ લાવી આપે તેવો દયાળુ મદદગાર પણ ન હતા. આ કારણથી તે દુઃખી સમળી આશિષ માંસ )ને માટે જ્યાં લીલાં હાડકાં વિગેરે પડયાં હતાં તેવા મેકના પાડા તરફ ઊડીને ગઈ
ઘણું હાડકાં, ચામડાં, વસા, રુધિર અને તેનાથી તે વાડે દુધિત થઈ રહ્યો હતો. મોટા મોટા હાડકાઓ ઉપર ગોધપક્ષીઓ બેસી માંસાદિ લઈ આમતેમ ઊડી રહ્યાં હતાં. તે વાડામાં આ સમળીએ પણ ઘણી મહેનતે પ્રવેશ કર્યો. અને સાથી ખરડાયેલું એક હાડકું લઈ મહામહેનતે તે આકાશમાગે ઊડી આકાશમાં હજી