________________
(૫૦).
થોડે દૂર ગઈ હતી તેટલામાં તે વાડાના માલીક છે, કાનપર્યત ખેંચી તિક્ષ્ય બાણ તે સમળી તરફ ફેંકયું અને તરત જ તે દુઃખીયારી સમળીના હૃદયમાં વાગ્યું.
પિતાજી ! બાણથી વિંધાયેલી અને વેદનાથી વિધુરિત થયેલી તે સમળી ઘણી મહેનતે ઊડતાં પડતાં તે ઉધાનના નજીક ભાગમાં આવી પહોંચી, પણ તે વડવૃક્ષ ઉપર ન પહોંચતાં તત્કાળ જમીન પર નીચે પડી ગઈ
અસહ્ય વેદના થવા છતાં પણ બચ્ચાંઓ ઉપરના સ્નેહને લીધે પિતાની ભાષામાં કરુણ સ્વરે તે વિલાપ કરવા લાગી. તેના ઇષ્ટ મનેર નિષ્ફળ થયા. તે ચિંતવવા લાગી. અરે નિર્દય વિધિ ! મારા સિવાય તારું ઈષ્ટ કાર્ય શું સિદ્ધ થઈ શકે તેમ ન હતું ? મારાં જેવાં પામર પ્રાણિઓ શું તારે સ્વાધીન ન હતો ? મેં તારો શો અપરાધ કર્યો હતો કે, નિષ્કારણ મારા જેવી નિરપરાધી અબળાને આવા ભયંકર કષ્ટમાં નાખી ? પાંખ વિનાનાં મારા નિરાધાર બાળકો ભૂખ્યાં અને તરસ્યાં કેવી રીતે જીવી શકશે ? આ પ્રમાણે નાના પ્રકારના વિલાપ અને આક્રંદ કરતાં તે સમળી એક અહેરાત્રિપર્યત ત્યાં પડી રહી. એ અવસરે જાણે સુખનો સમાગમ જ આવતો હોય નહિં તેમ બે મુનિઓ ત્યાં આવી ચડયા. તે સમળીની આ સ્થિતિ દેખી સર્વ જીવોને અભય આપનાર તે મહામુનિઓએ પિતાને હાથ ઊંચે કરી જપુછ્યું. ભદ્રે ! તને અભય થાઓ, અભય થાઓ, અમે તારી પાસે આવ્યા છીએ. તું બીલકુલ ભય નહિં પામતાં આ અવસરે અનેક જન્મમાં દુઃખ આપનાર મોહ અને ક્રોધનો ત્યાગ કર અને એકાગ્ર ચિત્તવાળી થઈ, થોડાં પણ પરમ હિતકારી અમારાં વચને તું શ્રવણ કર (સાંભળ ), આ પ્રમાણે બોલતાં તેમાંથી એક મુનિએ નીચા વળી, સમળીના કાન પાસે મુખ રાખી ઘણી લાગણીપૂર્વક દઢ સંકલ્પથી જણાવ્યું કે “જગતને વિષે ઉત્તમ અને મહાન મંગલ પરમકૃપાળું અરિહંત દેવનું તને શરણ થાઓ, કર્મકલંકથી રહિત,