________________
(૪૫)
किंत्वन्यायवतामहोक्षिातभृतां लोकैः सदा निंद्यते, व्यस्तन्यस्तसमस्तकंचन ततः शीघ्रं विदित्वाच्यतां ॥१॥
બુદ્ધિમાન પુત્રીને જોઈ રાજા, ઘણુ વખત સુધી વિચારમાં લીન થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે, આવી વિચક્ષણ મારી પુત્રીને પતિ કોણ થશે ? પુત્રીનાં બુદ્ધિ, રૂપ અને ગુણાદિના પ્રમાણમાં તેને લાયક પતિ પણ બુદ્ધિમાન, શૂરવીર અને કામમૂતિ સમાન હોવો જોઈએ.
સુદર્શનાની વિદ્યાતિશયિતા અને રૂપાધિકતા દેખી શ્રેણી રૂષભદત્ત પણ વિચારમાં પડયો કે, શું આ તે પ્રત્યક્ષ સરસ્વતી છે કે સાક્ષાત.. લક્ષ્મી દેવી છે?
આ અવસરે કટુ, તિક્ત વિગેરે અનેક પ્રકારની ઔષધીઓને લઈને એક વૈધરાજ સભામાં આવ્યો અને તે સાથવાહના નજીકના આસન પર બેઠે.
નજીકમાં રહેલી ઔષધીના તીવગંધથી, ઘણી મહેનતે રોકવા છતાં પણ રૂષભદત્ત સાથે વાહને ઉત્કટ છીંક આવી. છીંક આવવાની સાથે જ શકીએ તો શરિરાજ એ મંત્રનો ઉચ્ચાર કર્યો. આ શબ્દ સાંભળતાં જ સુદર્શના સંભ્રાન્ત થઈ ગઈ.
તેણી ચિંતવવા લાગી કે કાર કોઈ દેવવિશેષ હોવો જોઈએ કે જેનું નામ હમણાં આ શ્રેષ્ઠીએ લીધું. આ દેવવિશેષનું નામ પહેલાં કોઈ વખત કોઈની પાસે મેં સાંભળ્યું હોય તે મને ભાસ થાય છે. આ પ્રમાણે વિચાર કરતાં મન, વચન, કાયાના વ્યાપારને રેકી, આ અરિહંત દેવનું નામ મેં કયાં અને કોના મુખથી પહેલાં સાંભળ્યું છે તે જ એક લક્ષ બાંધી કોઈ અપૂર્વ સ્થિતિમાં તે લીન થઈ ગઈ તેવી સ્થિતિમાં કેટલોક વખત રહેતાં-જાતિસ્મૃતિજ્ઞાન(મતિજ્ઞાનનો એક ભેદ છે તે)ને રોકનાર આવરણો દૂર થતાં તે લીનતામાં જ તેને પોતાનો પૂર્વ ભવ સાંભરી આવ્યો અર્થાત પૂર્વજન્મનું જ્ઞાન થઈ આવ્યું.