________________
(૩૫)
પહેરે છે. શુભાશુભ સ્વપ્ન
કરી પ્રાતઃકાળ થતાં જ ચંદ્રલેખાને મહેલે આવી. દેવીએ આપેલી શેષ ચંદ્રલેખાને હાથમાં આપી તેણુએ જણાવ્યું કે બહેન ! તને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજ રાત્રિએ તેં આવું સ્વપ્ન જોયું છે કે “સેનાની એક સમળી ચાંચમાં વેત પુષ્પની માળા લઈને આવી અને રાત્રિને અંતે તું સુખનિદ્રામાં હતી ત્યારે તારા કંઠમાં તે માળા તેણી એ આરોપણ કરી. ” - તે સાંભળી ચંદ્રલેખાએ જણાવ્યું કે-હેન તારું કહેવું સર્વ સત્ય છે. અને તે જ સ્વપ્ન આવ્યું છે, પણ આ વાતની તને કેમ ખબર પડી ? તે સાંભળી સુંદરીએ રાત્રીનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. વિશેષમાં જણાવ્યું કે, આ સ્વપ્નનું ફળ પંદર દિવસમાં તમને મળવું જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે-સુખે સુતેલા મનુષ્યો રાત્રીને પહેલે પહેરે જે સ્વપ્ન જોવે છે તેનું ફળ એક વર્ષને અંતે મળે છે. બીજે પહેરે જોયેલા શુભાશુભ સ્વપ્નનું ફળ આઠ મહિને મળે છે. ત્રીજે પહેરે દેખેલ સ્વપ્નનું ફળ છ મહિને મળે છે અને રાત્રિના ચોથા પહેરે દેખેલ સ્વપનું ફળ પંદર દિવસે મળે છે. જે મનુષ્ય સ્વપ્નમાં પોતાને સ્નાન કર, વિલેપન કરતો, અલંકાર પહેર, હર્ષ પામતો અને ગાયન કરતો દેખે છે તે અનેક પ્રકારના અનર્થ પામે છે. જે મનુષ્ય, સ્વપ્નમાં પિતાને અશુચિથી ખરડાયેલા શરીરવાળો અથવા ખાઈમાં પડેલો જોવે છે તે દિવ્ય યોગથી અચિંત્ય અભ્યય પામે છે. જે મનુષ્ય પિતાને હાથી, ઘેડા, રથ, વૃષભ અને ઉત્તમ વિહંગમ (આકાશમાં ચાલવાવાળા) પ્રાણું ઉપર બેઠેલો સ્વપ્નમાં દેખે છે તે અનેક પ્રકારની સમૃદ્ધિ પામે છે. જે મનુષ્ય પધસરોવરમાં બેસી નલિનીપત્રમાં હર્ષ પામતો પાયસનું (ખીરનું) ભજન કરે છે, તે મનુષ્ય દરિદ્ર હોય કે દાસ હોય છતાં તત્કાળ રાજ્ય પામે છે. જે માણસ સ્વનમાં કોઈ પણ પ્રકારે દેવભુવન પર, ધવલગ્રહ પર. ખીરવાળાં વૃક્ષ વડ-રાયણદિ) પર ચડીને જાગ્રત થાય છે તે રિદ્ધિ, સત્કાર અને સન્માન પામે છે. જે મનુષ્ય સ્વપ્નમાં સરોવર, કહ, અથવા સમુદ્રને
મા છે અને રાત્રિના