________________
(૩૮)
દિશાઓમાં ફેલાવા લાગ્યો. સુંદર શૃંગાર પહેરી સધવા સ્ત્રીઓ ઉજવળ અક્ષતનાં પાત્રો ભરી રાજદરબારમાં વધામણું કરવા જવા લાગી. રાજ્યમાં અમારો પડહ વજા, ગરીબ દુઃખીયોને દાન આપવા માંડયું. સ્વજનને સત્કાર થયો. નાગરિકોનું સન્માન થયું. માંગલિક વાછ વાગ્યાં. સુવાસણ સ્ત્રીઓએ ધવળ મંગળ ગાયાં, અને વિલાસીનીઓએ નૃત્ય કર્યા. ઈત્યાદિ દશ દિવસ પર્યત પુત્રી વધામણને મહેસવ ચાલે.
દેવી ચંદ્રલેખાએ પણ મહાન ગૌરવથી સુંદરીને સત્કાર કર્યો અને જણાવ્યું કે બહેન ! આ પુત્રી તારા પ્રસાદથી જ પ્રાપ્ત થઈ છે માટે તારા પ્રસાદથી જ જલદી વૃદ્ધિ પામે.
ઘણું સભ્યતાથી પ્રત્યુત્તર આપતાં સુંદરીએ જણાવ્યું. બહેન ! પુન્યની અધિકતાથી કે પુન્યનાં કાર્યો કરવાથી કેઈપણ મનુષ્યના મનો સિદ્ધ થાય છે. શુભાશુભ કાર્યમાં બીજાં મનુષ્યો નિમિત્ત માત્ર છે. ખરી રીતે તો તે કાર્ય સિદ્ધ કરનાર પિતાનાં કર્મો જ છે.
કુમારીના જન્મથી એક માસ જવાબાદ ઘણા હર્ષપૂર્વક સુંદરીએ અને રાજાએ મળી તે કુમારીનું સુદના નામ આપ્યું.
લાવણ્ય અને કાંતિથી પૂર્ણ શરીરવાળી કુમારી, ઉજ્વળ પક્ષમાં રહેલી ચંદ્રક્લાની માફક દિવસે દિવસે નવીન નવીન કળાથી વૃદ્ધિ પામવા લાગી. ચંદ્રથી જેમ રાત્રી અને સુગંધી કમળાથી જેમ સરવર શેભે છે તેમ જનનીના ઉત્કંગમાં કુમારી શોભતી હતી. જેમ ચંદ્ર કુમુદોને, દિનકર કમળોને, અને મેઘ મયૂરના સમુદાયને વિકસિત (ઉલ્લસિત) કરે છે તેમ સુદર્શના બંધુવર્ગને હર્ષોલ્લાસ આપતી હતી.
દિનપ્રતિદિન વૃદ્ધિ પામતાં રાજકુમારી જ્યારે પાંચ વર્ષની થઈ ત્યારે સુનું માતાપિતાએ લિપી, ગણિતાદિ વ્યવહારિક ઉપયોગી જ્ઞાન આપવાને નિશ્ચય કર્યો. શુભ દિવસ દેખી રાજાએ ઉપાધ્યાયને બોલાવી સ્ત્રીવર્ગને લાયક અનુક્રમે સર્વ કળાઓમાં પ્રવીણ કરવા માટે