________________
( ૪૧ ) હતો. તેના આવ્યા પહેલાં જ આ વર્તમાન મેં આપને નિવેદિત કર્યા છે.
ચરપુરૂષનાં વચન સાંભળી રાજા કાંઈક બોલવાનો પ્રયત્ન કરતો હતા. તેવામાં ફરી વિજયા પ્રતિહારિણીએ પ્રવેશ કરી નમસ્કારપૂર્વક રાજાને વિનંતી કરી કે મહારાજા ! રૂષભદત્ત નામનો સાથવાહ આપના દર્શનાર્થે ઉત્સુક થઈ સિંહદાર આગળ ઉભો છે, આપની તેને માટે શી આજ્ઞા છે ?
રાજાએ જણાવ્યું, ભદ્રે ! તેને તરત જ પ્રવેશ કરાવ. રાજાને આદેશ થતાં જ પ્રતિહારિણીએ સાર્થવાહને રાજસભામાં પ્રવેશ કરાવ્યું.
પ્રસન્ન મુખમુદ્રાને ધારણ કરતો, હાથમાં ભેંટણું લઈ, જાણે કમવિવરે જ, રાજાને જન ધર્મની પ્રાપ્તિ અર્થે દૂત મોકલા હાય નહિં તેમ સાર્થવાહ રાજાની આગળ આવી ઊો રહ્યો. પારિસ, તુર્કસ્થાન અને ગિઝનીના ઉત્તમ અશ્વો( ધેડાઓ)ને પરાભવ કરે તેવા ઉત્તમ અશ્વોનું ભેગું કરી, રાજાને નમસ્કાર કર્યો. રાજાએ સાર્થવાહને બેસવા માટે આસન અપાવ્યું. સાર્થવાહ ખુશી થઇ રાજા આગળ આસન પર બેઠો. મહાન ગૌરવપૂર્વક રાજાએ સાર્થવાહને તંબોલ આપી જણાવ્યું, સાર્થવાહ ! પરિવાર સહિત તમને કુશળ છે ?
સાર્થવાહે નમ્રતાપૂર્વક વિવેક કરતાં જણાવ્યું. મહારાજ મારા સવ પરિવારને કુશળતા છે; તેમાં વળી આપનાં દર્શનથી વિશેષ પ્રકારે અમો આનંદિત થયા છીએ. રાજા–સાર્થવાહ ! તમે ક્યાંથી આવ્યા ? કયા દેશમાં કયા શહેર
માં રહે છે ? -સાર્થવાહ-મહારાજ ! ઉત્તર દિશામાં અતિ રમણિક લાદેશ
નામને દેશ છે. તે દેશમાં ભરૂચ નામનું શહેર છે. તે શહેરમાં મારો નિવાસ છે, અને હું હમણું ત્યાંથી જ
આવું છું. રાજા – ભરૂયચ્ચ શહેર શું બહુ મોટું છે?