________________
( ૩૯)
ભલામણ કરો. ઘણા ઉત્સાહથી ઉપાધ્યાયે તેમ કરવાને હા કહી. અધ્યાપકને પારિતાષિક આપી સંતુષ્ટ કરી, સુદશનાને મેટા મહોત્સવપૂર્વક શાળામાં દાખલ કરાવી.
**R*K
પ્રકરણ આઠમું રૂષભદત્ત સાથે વાહ
મહારાજા ચંદ્રગુપ્ત મુખ્ય સિંહાસન પર બિરાજ્યા હતા, જમણી ખાજીના ભાગ પર રાજકુમારા બેઠા હતા, ડાબી બાજુના ભાગ પર સામત રાજાએ વિગેરેનાં આસને હતાં. ખીજા પણ આજુબાજુ મંત્રી, સુભટા વિગેરેથી સભા ચિકાર ભરાયેલી હતી. સામંત, મત્રી આદિ રાજાના મુખથી થતી આજ્ઞા અંગીકાર કરવાને તૈયાર હોય તેમ એકી નજરે રાજા સન્મુખ જોઇ રહ્યા હતા. આ અવસરે વિજયા નામની પ્રતિહારિણીએ પ્રવેશ કરી, રાજાને અર્ધા ગથી નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે, સ્વામિન! રત્નાગિરિના ખંદરથી ચરપુરુષ આપને મળવાને માટે આવ્યા છે તેનું મુખ પ્રસન્ન અને વિશેષ ઉત્સુક હાય તેમ જણાય છે; પણ દ્વારપાળે રાકવાથી આપની આજ્ઞાની રાહે શ્વેતા દ્વાર આગળ ઊભેા છે. તેને અંદર પ્રવેશ કરાવવા માટે આપની શી આજ્ઞા છે?
રાજાએ વિચાર કર્યાં કે તે ચરપુરૂષ કોઇ ઉત્તમ વહાણુ આવ્યાની ખબર આપવા આવવેા જોઇએ, કારણ કે રત્નાગિરિના અંદર પર તે કાર્ય માટે જ તેને રાકવામાં આવ્યે છે. તે ચર તુષ્ટિદાનને લાયક છે. ઈત્યાદિ વિચાર કરી રાજાએ પ્રતિહારિણીને જણાવ્યું કે ભદ્રે ! તેને તું જલદી પ્રવેશ કરાવ
રાજાની આજ્ઞા મળતાં જ તે ચરપુરુષ સભામાં આન્યા. રાજાને