________________
૪૫
દેવી પડે, અને પ્લેટો જેને “ત ” કહે છે તે બુદ્ધિગમ્ય સૃષ્ટિમાં . સત્ય મેળવવા વિહાર કરીએ એટલે ઈન્દ્રિયપ્રત્યક્ષેની વ્યક્તિઓ આપણું પડદા પરથી ખસી જાય છે, અને તેને બદલે તો વ્યક્તિઓના વાઘા પહેરીને આપણી સામે ઊભાં રહે છે. પરંતુ બુદ્ધિને જ્ઞાન મેળવવાને સળંગ વ્યાપાર અગાધ છે, બુદ્ધિ ઈન્દ્રિયપ્રત્યક્ષેથી શરૂઆત કરે છે પરંતુ તેની સાથે સાથે બુદ્ધિનાં “ચોકઠાં” એટલે કે બાહ્યવિશ્વના અનુભવને સમજવા માટે બુદ્ધિને જે સ્વીકૃત સિદ્ધાન્તો અનુભવપ્રવાહ ઉપર લાદવા પડે છે, તે સિદ્ધાન્તો પણ અમુક જાતનાં. તો છે, અને દરેક વિજ્ઞાન શરૂઆતમાં અમુક સિદ્ધાન્તો એમ ને એમ કશી સાબીતી વગર સ્વીકારીને આગળ ચાલે છે, અને આવા કશી પણ સાબીતી વગર સ્વીકારેલા સિદ્ધાન્તોના પાયા ઉપર વિશિષ્ટ વિજ્ઞાનની ઈમારત રચાયેલી હોય છે. આવી સ્વીકૃતિઓને પ્લેટ
H y pot he si s” કહે છે આવી સ્વીકૃતિઓની મદદથી જે નિયમ કે બીજા સિદ્ધાન્ત ફલિત થયા હોય કે સાબીત કરવામાં
૩૯, જે સામાન્ય અથવા સમાન તત્ત્વ છે, તેમાં વ્યક્તિત્વ ન હોઈ શકે એ દલીલ એરિસ્ટોટલે વેટેની સામે પોતાના “મેટાફિઝિકસ'માં કરેલી છે: Vide Met. B 4-6-1003 et Segg.
૪૦. સરખા “ફીડે ” કલમ ૮૦-૦૧-૧૦૩.
૪૧. ઉ.ત. યુલિકની ભૂમિતિમાં માન્ય રાખેલી સ્વીકૃતિઓ નીચે પ્રમાણે છે. ૧ : આકાશનાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું ટુંકામાં ટુંકું અંતર સીધી લીટી જ હોઈ શકે. ૨ : બે સમાન્તર સીધી લીટીઓ કદી એકબીજાને મળતી નથી, ૩. બે સીધી લીટીઓ વડે દિફને (space) બાંધી શકાતી નથી વગેરે. અને આનાથી બીજા પ્રકારની સ્વીકૃતિઓ દિકને લાગુ પડે છે તેમ માન્ય રાખીને ગણિતશાસ્ત્રી બીજી જાતની ભૂમિતિ નીપજાવે કે, ઉ. ત. સમાન્તર સીધી લીટીઓ એક બીજાને મળી શકે અથવા બે સીધી લીટીઓથી પણ દિકને અમુક ભાગ બંધાઈ શકે ! વગેર. હે એમ કહે કે આવી સ્વીકૃતિઓને જ્યાં સુધી આપણે પૂરેપૂરી સાબીત ન કરીએ ત્યાં સુધી એના ઉપર સ્થાપેલા વિજ્ઞાનમાં અનિશ્ચિતતા રહેવાની. જુઓ ૫રિ, ૭-૫૩૩ ૩, ૬.