________________
૪૪
પારમેનાઈડીઝ બંનેની ફિલસૂફીના પ્લેટોને સમન્વય કરવાના હતા, આથી શુદ્ધ અરિણામી તત્ત્વ ઉપરાંત એને નાસ્તિ તત્ત્વનું અસ્તિત્વ અને અસ્તિ—નાસ્તિ તત્ત્વાનાં મિશ્રણને લીધે આપણું વિશ્વ ઊભું થયુ છે એમ સ્વીકારવું પડયું.
તત્ત્વા શુદ્ધ છે અને આપણી દુનિયાની વસ્તુ નાસ્તિ તત્ત્વના પડદા પર પડેલા તેના પડછાયા છે. વસ્તુએમાં રહેલું ગુણવૈવિધ્ય કે સંખ્યાનું બહુત્વ એ રીતે ઉત્પન્ન થાય છે; એકનું એક તત્ત્વ નાસ્તિ તત્ત્વની સાથે અસંખ્ય વાર સંબંધમાં આવી શકે અને તે તેને લીધે બહુવ પેદા થાય; જ્યારે તત્ત્વોનું એક ખીજા સાથે મિશ્રણ થાય અને પછી જે વસ્તુઓ પેદા થાય તેમાં ગુણ વૈવિધ્ય ઉતરી આવે. એકની એક વસ્તુ કઠણ, લીસી, ઠંડી, નાની, માટી વગેરે હોય. એક જ વસ્તુમાં વસતા આ ગુણા તત્ત્વાના મિશ્રણને આભારી છે એમ પ્લેટા કહે છે.
આપણે ઉપર કહ્યું તેમ પ્લેટાનાં અમુક તત્ત્વા જાતિ-સામાન્યની ભૂમિકા પરનાં છે, ખીજાં તત્ત્વા પરિવર્તનશીલ ઇન્દ્રિયાનુભવને બુદ્ધિગમ્ય રીતે ગેાઠવવા માટે આપણે આપેલાં ચાકડાં જેવાં છે. આ રીતે શાશ્વત અપરિણાની દુનિયામાં પણ સામાન્ય વિશેષની અનેક ચડતીઉતરતી ભૂમિકાએ હાય છે એમ પ્લેટા ધણી જગ્યાએ કહે છે જ્ઞાન મેળવવા માટે આપણે ઈન્દ્રિયાનુભવથી શરૂઆત કરીએ, પરંતુ જ્ઞાનના વ્યાપારમાં આપણે આગળ જતાં ઇન્દ્રિય પ્રત્યક્ષાની દુનિયાને છેડી
૩૮, જુઓ પિર. ૫-૪૭૬; પરિ, ૬-૪૮૪; પરિ, ૭-૫૦૭ તથા પારમેનાઈડીઝ’ સંવાદને પાછળના અરધા ભાગ અને સાફસ્ટ' સવાદની કલમ ૨૩૬-૨૩૭. · D i a l e k t i k e ’–આન્વીક્ષિકી વિદ્યા કે તત્ત્વચિંતનના વિષયનું નિરૂપણુ ક્રરતાં પ્લેટો ઉત્તરાત્તર ચડતી ઉતરતી ભૂમિકા વિશે ચર્ચા કરે છે, જુઓ પિર, ૬-૫૧૦-૧૧ વગેરે; ‘ફીસ'માં પણ આ વિશે ચર્ચા છે,