________________
મિ લિંકાની ખેલદિલી “દારૂ બહુ જલદ લાગે છે – હોટેલમાલિક ગધેડે – લેમનેડ વધુ સારે – ઓરડામાં ગરમી પણ – બુઠ્ઠા સંગ્રહસ્થો – માથું ફરી જાય – બીજી સવારે દુઃખી થાય – સારું નહિ સારું નહિ – ખરાબ – ખૂબ.”
તમે લોકો આ હોટેલમાં જ ઊતર્યા લાગે છે; આવતી કાલે સવારે હું જરૂર તમને શોધી કાઢીશ, ત્યારે ખબર પડશે.” કહી દાક્તર ગુસ્સામાં ધમધમતો વિદાય થયો.
મિ. ટપમન અને અજાણ્યો હવે ઉપર ગયા. અજાણ્યાએ ઉતારેલ પોશાક મિ. ટ૫મને મિત્ર વિકલની બેગમાં મૂકી દીધો.
બધા મિત્રો ઘસઘસાટ ઊંઘતા હતા. પેલો અજાણ્યો ધીમે પગલે વિદાય થયો.
મિત્ર વિકલની ખેલદિલી
મિ . ટપમન જ્યારે પેલા અજાણ્યા મહેમાનને વિદાય કરી, પિતાની પથારીમાં આડા પડયા, ત્યારે દારૂ, સ્ત્રીઓ, દીવા વગેરેથી તેમનું મગજ એટલું બધું પ્રકાશમય થઈ ગયું હતું કે, ડોકટર સ્લેમરની વાત તો તેમને મન ઉપરથી કાઢી નાખવા જેવી એક મજાકરૂપ જ લાગી. છેવટે પોતાની રાત્રી-ટોપીને પિતાના માથા ઉપર અથવા પિતાના માથાને એ રાત્રીપીમાં બેસવાના અનેક હળવા પ્રયત્નો પછી, અને દરમ્યાન મીણબત્તીને ગબડાવી દીધા બાદ, તે વિચિત્ર ગતિથી પોતાની પથારી નજીક પહોંચ્યા, અને તેમાં ગબડી પડી ઊંઘવા લાગ્યા.
સવારના સાતના ટકોરા હજુ પૂરા વાગી પણ નહિ રહ્યા હોય અને કોઈકે મિ. પિકવિકના કમરાનું બારણું ખખડાવ્યું.