________________ દ્વિતીય સર્ગ: (30) પણ નથી; તેથી માત્ર સ્ત્રીના હોવાથી જ શું ફળ છે? કોદર વિગેરે કુત્સિત ધાન્યથી પણું ભેજન થઈ શકે છે, કાચ વિગેરેના પણ અલંકાર થઈ શકે છે, ખારા જળ વિગેરેથી પણ તૃષાને નાશ થઈ શકે છે, વૃક્ષની છાલ વિગેરેવડે પણ શરીર ઢાંકી શકાય છે, પરંતુ ઘેબર, સુવર્ણ, દ્રાક્ષનું જળ અને દિવ્ય વસ્ત્રો જે કામ કરે છે, તે કાંઈ તેમનાથી થઈ શકતાં નથી. તે જ પ્રમાણે તમારી સ્ત્રીઓ તથાપ્રકારનું સ્ત્રી કાર્ય કરી શકતી નથી.” તે સાંભળી રાજા બોલ્યા કે– મારી પ્રિયાઓ કરતાં પણ રૂપ, સાભાગ્ય અને ગુણે કરીને અધિક કેઈ સ્ત્રી કોઈ પણ ઠેકાણે તેં જેઈકે સાંભળી છે?” વિષે જવાબ આવ્યો કે “હે સ્વામી ! મેં સાક્ષાત્ બે સ્ત્રીઓને જોઈ છે. તેમનું રૂપ વિચારતાં હું માનું છું કે તમારી પ્રિયાઓ તેમની પાસે તૃણ સમાન પણ નથી. યુવાવસ્થાને પામેલી તે બન્ને સ્ત્રીઓએ રૂપવડે કરીને લક્ષ્મીને જીતી લીધી છે, તેથી કૃષ્ણ તેને બહુ માન આપતા નથી, અને તેથી કરીને જ તે લક્ષ્મી અરતિને લીધે અસ્થિર–ચપળ થઈ ગઈ છે. વળી અત્યંત રૂપવાળી અને મનહર નેત્રવાળી તે બે સ્ત્રીઓને જોઈને પોતાની સ્ત્રીઓ પિતાને અયોગ્ય છે એમ જાણું ઉચિતપણાને જાણનાર બાદ્ધમાન મહાદેવે કાલિકા ઉપર પ્રીતિ કરી છે. આ પ્રમાણે પુરોહિતનાં વચન સાંભળી રાજાએ પૂછયું કે, હે દ્વિજ ! તે સ્ત્રીઓ કયાં છે? કોને આધીન છે? તે પરણેલી છે કે કુમારિકા છે? તે સર્વ કહે.” ત્યારે તે દુષ્ટાત્મા બોલ્યા કે-“આ પ્રશ્ન કરવાનું તમારે શું કામ છે? શકિત રહિત અને ઉદ્યમ રહિત એવા તમારાથી આ વાત અજાણી જ સારી છે. જે મનુષ્ય માત્ર કદન્ન (કુત્સિત ધાન્ય)જ ખાય છે, અને તેનેજ મેળવવા સમર્થ છે, તે મનુષ્યને મેદકાદિકના ગુણનું જ્ઞાન હૃદયમાં શલ્યરૂપ થાય છે. તે સાંભળી રાજાએ કહ્યું કે-“હે વિપ્ર! તું એમ કેમ બોલે છે? શું કઈ પણ ઠેકાણે મારી અશક્તિ અથવા ઇચ્છિત પદાર્થને વિષે મારૂં ઉદ્યમ રહિતપણું મેં જોયું છે?ત્યારે તે બ્રાહ્મણ હર્ષથી બોલ્યા કે –“જે એમ વાત પૂછતા હો તો સાંભળે. તે સ્ત્રીઓ તમારે જ આધીન છે, કારણકે તે તમારા પ્રધાનની જ વહાલી પ્રિયાએ છે. હે સ્વામી ! તેમંત્રી તમારેજ કિંકર છે, તેથી તેના ઉપર તમારે પરાક્રમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust