________________ દ્વિતીય સર્ગ... (35) ઘેર ગયે; પરંતુ તે દિવસથી આરંભીને તે હમેશાં મંત્રીનાં છિદ્ર જેવા લાગ્યા. - હવે તે પુહિત વિચાર કરવા લાગ્યો કે—“મારે નાસ્તિકપણુમાં રહીને રાજાની સેવા કરવી તે દુર્લભ છે, અને તેની સેવા વિના આ મંત્રીને અનર્થ કરવા હું સમર્થ થઉં તેમ નથી.” આ પ્રમાણે વિચારી તે પુરહિત કેઈક ગુરૂની પાસે જેનધર્મની ક્રિયા કરવા લાગ્યા. કપટથી મંત્રીની જેમ પોતાના શ્રાવકના આચાર દેખાડી તેણે રાજાને પ્રસન્ન કર્યો. “ધર્મના દંભથી કોણ ન છેતરાય?” મંત્રી પિતાની બુદ્ધિથી તેને માયાવી જાણતો હતો તે પણ તેણે તેની ઉપેક્ષા કરી. કારણ કે જે રાજાને માની હોય તેને ઉપાય વિના દૂર કરી શકાતો નથી. પુરોહિત તે ધર્મશાસ્ત્રને ઉપદેશ આપતાં વચ્ચે વચ્ચે કામશાસ્ત્રના ઉપદેશવડે રાજાના ચિત્તને આનંદ આપવા લાગે. મનુષ્યને વિષે ધર્મને રાગ સ્થાપન કરે મુશ્કેલ છે, પરંતુ પાપને રાગ સ્થાપન કરે મુશ્કેલ નથી. વસ્ત્રને વિષે જે નીલી (ગળી) ને રંગ સહેલાઈથી ચઢે છે તે મજીઠને રંગ ચઢતો નથી. તેજ રીતે પુરોહિતે રાજાના ચિત્તમાં અનુક્રમે (ધીમે ધીમે) કામરાગને એવી રીતે સ્થાપન કર્યો, કે જેથી તેને ધર્મરાગ ધીમે ધીમે હાનિ પામ્યા. જેમ કાજળના સંગથી મછઠને રંગ નાશ પામે છે, અને લસણ વિગેરેના દુર્ગધથી અગરૂથી ઉત્પન્ન થયેલો સુગંધ નાશ પામે છે, તેમ આ પુરોહિતના ધર્મમિશ્રિત પાપના ઉપદેશને પણ રાજા સહન કરવા લાગે; કારણ કે તાંબુલાદિકથી મિશ્રિત કરેલું વિષ પણ કોને ન કરે ? એકદા પુરોહિત કાંઈ કામને માટે મંત્રીને ઘેર ગયે. મંત્રીએ તેને આસન, વાતચિત અને દાન વિગેરેવડે બહુ માન આપ્યું. કારણ કે મિથ્યાત્વી પણ ઘેર આવ્યો હોય તે તેની સાથે પણ શ્રાવક ઉચિતપણું આચરે છે, તો આ તે રાજાને પૂજ્ય અને લેકમાં શ્રાવકપણે પ્રસિદ્ધ છે, તેને વિષે ઉચિતપણું આચરે તેમાં શું આશ્ચર્ય ? કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust