________________ દતીય સર્ગ. (33) આ વખતે રાજાએ સેવકે પાસે તેને બોલાવ્ય; એટલે વસુસારે આવીને તત્કાળ મંત્રવડે તે વેદના દૂર કરી. કારણ કે મણિ, મંત્ર અને ઔષધિઓના મહિમાની લમી અચિંત્ય (ચિંતવી ન શકાય તેવી) હોય છે. આથી રાજાએ વિવિધ પ્રકારના આભૂષણદિકવડે તેને સત્કાર કર્યો, કારણ કે મોટા પુરૂ કૃતજ્ઞ–કદરદાન હોય છે અને ઉપકાર કરનારને વિષે સફળ-ફળદાયક હોય છે. ત્યારથી પુરોહિત ફરીને હમેશાં હર્ષથી રાજસભામાં આવવા લાગ્યા, અને લેકને વિષે પણ પ્રતિષ્ઠા પામે, કારણકે લોકે પ્રાયે કરીને રાજાને જ અનુસરનારા હોય છે. ત્યારપછી પુરેહિત રાજાને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ધર્મનાં વચનમિશ્રિત નીતિશાસ્ત્ર, કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને નાટકાદિક શાસ્ત્રોવડે રાજાના ચિત્તને વિનોદ આપવા લાગ્યા. - આ પ્રમાણે રાજાની પાસે માન પામેલા તે પુરોહિતને જોઈ એકદા મંત્રીએ રાજાને કહ્યું કે-“સ્વામી! આ ચંડાળ જેવા ચાર્વાકનો સંગ કરવો ખ્ય નથી.” આવી મંત્રીની વાણું સાંભળી રાજા મન રહ્યો. ત્યારે દુષ્ટ બુદ્ધિવાળાઓમાં અગ્રેસર તે પુરોહિતે અત્યંત ક્રોધથી વિચાર કર્યો કે- અહો ! શુદ્ધ બ્રાહ્મણના કુળમાં હું ઉત્પન્ન થયો છું, તોપણ રાજાના માનથી ગર્વિષ્ઠ થયેલા આ મંત્રીએ મને ચંડાળ બનાવ્યું. પહેલાં આ મંત્રિીએ રાજાદિકની સમક્ષ રંકની જેમ મારે પરાભવ કર્યો હતે, તે જ પૂર્વે કરેલો મારે માટે પરાભવ આજે તેણે જીવતો કર્યો-તાજે કર્યો. તે પરાભવને આ પ્રમાણે (મુંગે મેઢે) સહન કરવાથી હું અધમ પુરૂષપણાને પામ્યો છું. પરંતુ માની પુરૂષ પ્રાણનો ત્યાગ કરે છે, પણ પરાભવને સહન કરતા નથી. કેમકે - વાં પ્રાણપરિત્યાગો, માનવિનમ્ " प्राणनाशात् क्षणं दुःखं, मानभङ्गाद्दिने दिने // 1 // : * “પ્રાણ ત્યાગ કરે સારે છે, પણ માનનું ખંડન થાય તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust