________________ (૩ર ) જયાનંદ કેવળી ચરિત્ર. હોય તે વખતે પુત્રના જન્માદિકનું સુખ ભગવાય છે તે કોણ ભગવે છે? અને શરીર સુખી હોય તે વખતે પુત્રાદિકના મરણાદિકનું દુઃખ આવે તે પણ કેણ ભોગવે છે? મારું શરીર સ્થળ છે અથવા કૃશ છે ઇત્યાદિક સ્વસ્વામીભાવ સંબંધની જે બુદ્ધિ થાય છે તેજ રાજા અને તેની પૃથ્વીની જેમ જીવ અને તેના શરીરનો ભેદ સ્પષ્ટ રીતે જ બતાવે છે. આ રીતે શાશ્વત જીવ સિદ્ધ થવાથી પરલોક સિદ્ધ થાય છે, અને સુખદુ:ખરૂપ ફળ પ્રત્યક્ષ જોવામાં આવે છે તેથી તેના કારણરૂપ પુણ્ય પાપ પણ સિદ્ધ થાય છે; તેથી કરીને ત૫ સ્વર્ગ અને મોક્ષાદિક આપનાર હોવાથી સફળ છે અને હિંસાદિક તથા કામભેગાદિક નરકાદિકને આપનાર હોવાથી અફળ થાય છે.” : આ રીતે હેતુગર્ભિત શાસ્ત્રના વચનવડેજ મંત્રીએ વસુસારની બુદ્ધિનો પરાભવ કર્યો, તેથી તે કાંઈ પણ ઉત્તર આપી શકે નહીં. સભાસદોએ ધિકકારાયેલ અને રાજાએ પણ અપમાન કરેલ તે પુરોહિત લજજા પામી ત્યાંથી નીકળી ગયો, અને તે દિવસથી તે રાજસભામાં આવતો જ બંધ થઈ ગયો. પછી રાજાએ સત્કાર કરેલો અને સભાસદોએ પ્રશંસા કરેલ મંત્રી આનંદ પામતો પોતાને ઘેર ગયો, તથા બીજા સર્વ જનો પણ પોતાને ઘેર ગયા. આ પ્રમાણે રાજાએ સભાનું વિસર્જન કરી કાળનું નિવેદન કરનારે સમય જણાવવાથી સ્નાન, પૂજન અને ભેજન વિગેરે કર્યું. ત્યારપછી મંત્રી ગુરૂ વિગેરે પાસેથી જાણીને યોગ્ય અવસરે રાજાને હમેશાં ધર્મને અનુસરતા ઘણું વિચારે કહેતો હતો. * આ પ્રમાણે તેમનો સુખમય અને ધર્મમય કેટલોક કાળવ્યતિત થયા પછી એકદા રાજાના મસ્તકમાં ગાઢ વેદના થઈ. વૈદ્ય વિગેરેએ તત્કાળ ઔષધાદિક ઘણા ઉપાય કર્યા, છતાં પણ તે વેદના શાંત ન થઈ, ત્યારે રાજાએ પુરોહિતને સંભાયો. કારણ કે તે પુરહિત એવો મંત્ર જાણતો હતો કે જે મંત્રથી તે વેદના તત્કાળ શાંત થઈ જતી હતી. આ વાત રાજા પ્રથમથી જાણતો હતો, તેથી . 1 સ્વ એટલે શરીર વિગેરે વસ્તુ અને સ્વામી એટલે તેને સ્વામી જીવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust