________________
કહેતા હતા. તેઓ પિતાના ગણુ ઉપર પૂર્ણ સ્વામિત્વ જોગવનાર રાજા હતા.
અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે વજછ ગણુસત્તાકમાં નાના મોટા અનેક રાજાએ જોડાએલા હતા. બૌદ્ધ ગ્રંથ જાતકÇકથા મુજબ તેની સંખ્યા ૭૭૦૭ ની હતી, પરંતુ આટલી મોટી સંખ્યા સાથે મળીને દેશને કારભાર ચલાવી શકે નહિ, એટલે તેમાંથી કેટલાકને આ કામ માટે ખાસ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તેઓ અમુક અમુક વખતે વૈશાલીમાં સંઘાગાર નામના રાજભુવનમાં એકઠા થતા, રાજકીય અને સામાજિક બાબતે અંગે ચર્ચા-વિચારણા કરતા અને છેવટે કેટલાક નિર્ણ કરતા. આ નિર્ણય અનુસાર જ વિદેહનું શાસ્ત્રન ચાલતું હતું. વળી થયેલા નિર્ણના અમલ ઉપર દેખરેખ રાખવા માટે તથા બીજા અગત્યના કામકાજ માટે આ રાજાઓમાંથી આઠ કે નવ જણની એક કારેબારી નીમી હશે અને તેમાં શુદ્ધ આર્ય વંશી ગણાતા કુલેને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હશે, એમ લાગે છે.
પ્રજ્ઞાપના અને સ્થાનાંગસૂત્રમાં ઉગ્ર, ભેગરાજન્ય, ઈક્વિાકુ, જ્ઞાતિ, અને કૌરવ એ છ વંશની ગણના શુદ્ધ આર્યવંશમાં કરી છે. પરંતુ ઈતિહાસકારોએ, ખાસ કરીને મિથબંધુઓએ તેનાં નામે આ પ્રકારે ગણાવ્યાં છેઃ (૧) વિદેહ, (૨) લિચ્છવિ, (૩) જ્ઞાત્રિક, (૪) વજજી, (૫) ઉગ્ર, (૬) ભેગ, (૭) એક્વાકુ અને (૮) કૌરવ.