________________
-
~
~
-~~-
~~
-~
~-~
દુર્લભ સંયોગ ]
૭૩ પર્વતની ટોચ ઉપર ઊભા રહીને તેને કૂક વડે હવામાં ઉડાડવામાં આવ્યું હોય તો એ ચૂર્ણના બધા પરમાણુ ફરી ક્યારે એકત્ર થાય?
જે આ બધા પ્રશ્નોને જવાબ “ઘણું કાળે અને ઘણાં કષ્ટ” હેાય તે મનુષ્યભવ પણ ઘણા કાળે અને કષ્ટ પ્રાપ્ત થાય છે, એટલે કે તે અતિ દુર્લભ છે. माणुस्सं विग्गहं लर्बु, सुई धमत्र दुल्लहा । जं सोचा पडिवजन्ति, तवं खन्तिमहिंसयं ॥८॥
કદાચ મનુષ્યને ભવ મળી ગયે તે પણ ધર્મશાસ્ત્રનાં વચને સાંભળવા ઘણા દુર્લભ છે કે જે સાંભળીને છો તપ, ક્ષમા તથા અહિંસાને અંગીકાર કરે.
आहच सवणं लर्बु, सद्धा परमदुलहा । सोचा णेयाउयं मग्गं, बहवे परिभस्सइ ॥ ९॥
કદાચિત ધર્મશાસ્ત્રનાં વચન સાંભળી લે તે પણ તેના પર શ્રદ્ધા થવી ઘણી દુર્લભ છે. ન્યાયમાર્ગને સાંભળવા છતાં ઘણું મનુષ્ય (તેને અનુસરતા નથી અને દુરાચારી કે સ્વચ્છંદી જીવન ગાળી) ભ્રષ્ટ થાય છે.
सुई च लद्धं सद्धं च, वीरियं पुण दुल्लहं । बहवे रोयमाणा वि, णो य ण पडिवजइ ॥१०॥
કદાચિત્ ધર્મશાસ્ત્રોનાં વચને સાંભળ્યાં અને શ્રદ્ધા પણ બેઠી, પરંતુ સંયમમાર્ગમાં વિર્ય ફેરવવું અર્થાત્ પ્રવૃત્તિ કરવી ઘણું દુર્લભ છે. ઘણુ મનુષ્ય શ્રદ્ધાસંપન્ન હોવા છતાં સંયમમાર્ગની પ્રવૃત્તિ કરતા નથી.