________________
મેક્ષમામ ]. પકવાન્ન એ છ રસમાંથી એક કે વધારે રસને ત્યાગ કરે તે રસપરિત્યાગ. અમુક આસન ગ્રહણ કરી તેના પર લાંબા વખત સુધી સ્થિર થવું તે કાયકલેશ, અથવા કેશકુંચન, પાદચર્યા આદિ કષ્ટ સહન કરવા તે કાયકલેશ. અને અંગોપાંગ સંકેચીને રહેવું, તેમજ એકાંતમાં વસવું તે સંલીનતા. पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गो विय, अन्भिन्तरो तवो होई ॥ १३ ॥
[ ઉત્તઅ. ૩૦, ગા. ૩૦] આંતરિક તપના છ પ્રકારે આ પ્રમાણે જાણવાઃ (૧) પ્રાયશ્ચિત, (૨) વિનય; (૩) વૈયાવૃત્ય (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ.
વિડ જે કામ કરવા ગ્ય નથી, એવું કામ થઈ જતાં એની વિશુદ્ધિ માટે યાચિત અનુષ્ઠાન કરવું, તે પ્રાયશ્ચિત. દેવ, ગુરુ, ધર્મ તથા મોક્ષનાં સાધને પ્રત્યે ઉચ્ચ આદરભાવ રાખ, તે વિનય. દેવ, ગુરુ, ધર્મની સેવા કરવી તે વૈયાવૃત્ય. આત્મન્નિતિકારક શાસ્ત્રોનું અધ્યયન. કરવું, તે સ્વાધ્યાય. મનને અશુભ વૃત્તિમાંથી હઠાવવું અને શુભ વૃત્તિમાં એકાગ્ર કરવું, તે ધ્યાન અને લેકસમૂહને ત્યાગ કરી એકાકી ભાવે વિચરવું તથા કાયાનું મમત્વ છેડી આત્મભાવે રહેવું, તે વ્યુત્સર્ગ.
તપોરત્નમહોદધિ ગ્રંથમાં વિવિધ પ્રકારનાં તપેનું વર્ણન કરેલું છે અને અમેએ તપવિચાર, તપનાં તેજ,