________________
૨૪૬ -~-
[ શ્રી વીર-વચનામૃત
~-~~
~~~-~------
આકાંક્ષા કરતા નથી, જે કાયાની મમતા છોડી ચૂકેલા છે, જે નિર્મળ વ્રત પાળનારા છે, જે દેહની આળપંપાળ છોડનારા છે, તે જ મહાજયના હેતુરૂપ શ્રેષ્ઠ યજ્ઞ કરે છે. कावोया जा इमा वित्ती, केसलोओ अ दारुणो । दुक्खं बंभव्वयं घोरं, धारेउं य महप्पणो ॥१०॥
[ ઉત્ત. અ. ૧૯, ગાળ ૩૪ ] મુનિજીવન કાપતવૃત્તિ સમાન છે; કેશલેચ અત્યંત દારુણ છે; અને ઉગ્ર બ્રહ્મચર્ય વ્રતનું ધારણ કરવું પણ કઠિન છે; પરંતુ મહાત્માઓને આ ગુણે ધારણ કરવા પડે છે.
વિડ કાપતવૃત્તિ એટલે કબૂતરની જેમ જે મળે તેના પર જીવન નભાવવું. बालुयाकवले चेव, निस्साए उ संजमे । असिधारागमणं चेव, दुक्करं चरित्रं तवो ॥ ११ ॥
[ ઉત્ત. અ. ૧૯, ગા૦ ૩૮ ] સંયમ રેતીના કેળિયાની જેમ નીરસ છે તથા તપનું આચરણ તરવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. जहा अग्गिसिहा दित्ता, पाउं होइ सुदुक्करं । तहा दुक्करं करेउं जे, तारुण्णे समणत्तणं ॥ १२ ॥
[ ઉત્તઅ૧૯, ગા. ૪૦] જેમ પ્રજ્વલિત અગ્નિશિખાનું પાન કરવું અતિ દુષ્કર છે, તેમ તરુણાવસ્થામાં શ્રમણત્વનું પાલન કરવું અતિ દુષ્કર છે.