________________
૩૮૪
[ શ્રી વીર–વચનામૃત
अगारि सामाइअंगाई, सडूढी कारण फासए । पोसहं दुहओ पक्खं, एगराई न हावए ॥ ३० ॥ एवं सिक्खासमावण्णे, गिहिवासे वि सुव्वए । मुच्चई छविपव्वाओ, गच्छे जक्खसलोगयं ॥ ३१ ॥
[ ઉત્તઅ૦ ૫, ગા૦ ૨૩-૨૪ ] ગૃહસ્થ પણ શ્રદ્ધાવાન થઈ સામાયિકના અંગોને કાયાથી સ્પર્શે, બંને પક્ષમાં (ત્રણ ત્રણ) પિષધ કરે, અને તેમાં એક પણ રાત્રિની હાનિ ન કરે.
આ પ્રમાણે શિક્ષાસંપન્ન થવાથી સુવતી એ ગૃહસ્થ ગૃહવાસમાં રહેવા છતાં ઔદારિક શરીર છોડીને દેવલેકમાં જાય છે.
વિ. સામાયિકનાં બે મુખ્ય અંગ છેઃ કૃત અને ચારિત્ર. તેમાં કૃતને કાયાથી સ્પર્શવું એટલે તેને પોતાના અધિકાર મુજબ નિત્ય-નિયમિત સ્વાધ્યાય કરે અને ચારિત્રને કાયાથી સ્પર્શવું એટલે સમ્યક્ત્વપૂર્વક શ્રાવકનાં વતે ધારણ કરવાં. તેમાં પ્રતિમાસે બંને પક્ષની અષ્ટમી, ચતુર્દશી તથા પૂનમ અને અમાસે એક કુલ છ પિષધ અવશ્ય કરવા. તેમાં એક પણ પિષધ એ ન કરે, આવી રીતનું ચારિત્ર પાળવાથી તે ગૃહસ્થ મૃત્યુ બાદ દેવલેકમાં ઉત્પન્ન થાય છે. गारं पि अ आवसे नरे,
अणुपुत्वं पाणेहिं संजए ।