________________
૩૯૮
[ શ્રી વીર–વચનામૃત
सीहं जहा खुडुमिगा चरन्ता,
दूरे चरन्ति परिसंकमाणा । एवं तु मेहावि समिक्ख धम्मं,
दुरेण पावं परिवज्जएज्जा ॥ २२ ॥ [ સ્, બ્રુ. ૧, અ॰ ૧૦, ગા॰ ૨૦]
અરણ્યમાં ફરી રહેલા ક્ષુદ્ર વનપશુઓ જેમ (પેાતાને ઉપદ્રવ કરનારા) સિ’હની શ'કાથી દૂર ને દૂર રહે છે, તેમ બુદ્ધિમાન પુરુષ ધર્મના વિચાર કરીને ( પેાતાને ઉપદ્રવ કરનારા) પાપેાથી દૂર ને દૂર રહે.
सवणे णाणे य विन्नाणे, पच्चक्खाणे य संजमे । અનવે તવે ચેત્ર, યોવાળે અજિરિયા સિટ્ટી રા [ ભગ॰ શ॰ ૨, ગા॰ ૫ ]
જ્ઞાનીઓના સગમાં રહેવાથી ધર્મશ્રવણના લાભ મળે છે. એ ધર્મ શ્રવણથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એ જ્ઞાનમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થતાં પાપમય પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થવાની ભાવના જાગે છે અને તેનું પ્રત્યાખ્યાન (પચ્ચકખાણુ) થાય છે. એ પ્રમાણે પ્રત્યાખ્યાન થતાં સયમી જીવનની શરૂઆત થાય છે. સયમી જીવનના પ્રતાપે નવીન કર્યાં બધાતાં અટકે છે, અર્થાત્ અનાશ્રવની ભૂમિકા પ્રાપ્ત થાય છે. અનાશ્રવની ભૂમિકા પ્રાપ્ત થતાં જીવ તપસ્વી બને છે. અને તપસ્વી અનતાં પૂર્વસંચિત કર્મોના ક્ષય કરી શકે છે. આ રીતે પૂર્વ સચિત કર્મોના ક્ષય