Book Title: Veer Vachanamrut
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 540
________________ [ શ્રી વીર–વચનામૃત જોઈએ, (૨) કોઈની આગળ આપણી મેટાઈ કહી બતાવવી નહિ. (૩) આપત્તિનાં અનેક વટાળીયા સાથે ચઢી આવે તે પણ સ્વધર્મ માંથી હવુ નહિ. (૪) ઐહિક તથા પર લૌકિક બાહ્ય સુખાની અભિલાષા રાખ્યા વગર ઉપધાન, તપ, વ્રતાદિ આચરવાં. (૫) સૂત્રા ગ્રહણુરૂપ બેધ ધારણકરવા. (૬) કામભાગેા ભાગવવા માટે શરીરની આળ પ’પાળ ભૂલેચૂકે પણ કરવી નહિ. (૭) તપશ્ચર્યા, વ્રત વગેરે કરીને પેાતાની વાહવાહ ખોલાવવા ખાતર તે બીજાને કહેવાં નહિ. (૮) ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થતાં તેને માટે વિશેષ લાભ કરવા નહિ, અગર તેમાં મુગ્ધ થવું નિહ. (૯) દશમશકાદિ અનેક પ્રકારના પરિષહ ઉત્પન્ન થાય તેને સહુ સહન કરવા. (૧૦) પાતાના વ્યવહાર દગાટકા વિના સારી રીતે ચલાવવા. (૧૧) સાચા સંયમનું આચરણ કરી શુદ્ધ રહેવું. (૧૨) શ્રદ્ધામાં અશ્રદ્ધાને પેસવા ન દેવી. (૧૩) સ્વસ્થ શાંત ચિત્તના થઈ પેાતાનુ જીવન વીતાવવું. (૧૪) સદાચારી અને (૧૫) વિનયી બનવું. (૧૬) ધૈય વાળી મતિ રાખવી. (૧૭) સંસારના વિષયે। સંબધી ઉદાસીનતા સેવી મેાક્ષની ઇચ્છાને હૃદયમાં સ્થાપન કરવી. (૧૮) મન, વચન અને કાયા દ્વારા થતા અશુભ વ્યાપારાને રોકી રાખવા. (૧૯) સદાચારનું સેવન કરવામાં રચ્યા પચ્ચા રહેવુ'. (૨૦) હિંસા, અસત્ય, ચારી, પરિચય તથા મમત્વ મારફતે થતાં પાપાને રોકવાં. (૨૧) આત્માના દોષોને શેાધી-શેાધીને નાશ કરવા તથા (૨૨) સર્વ પ્રકારની ઇચ્છાએથી અલિપ્ત રહેવુ. ૪૦૦

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550