________________
૪૦૧.
શિક્ષાપદો ]
(૨૩) ત્યાગધર્મમાં સદૈવ આગળ વધ્યા કરવું, (૨૪) ઉપાધિઓથી રહિત બનવું, (૨૫) ગર્વને ત્યાગ કર, (૨૬) એક ક્ષણ માત્ર માટે પણ પ્રમાદ ન કર, (૨૭) હમેશાં અનુષ્ઠાન કરતાં રહેવું, (૨૮) સિદ્ધાન્તના ગંભીર આશયે તથા ઊંડા અર્થો વિષે હમશ વિચાર કર, (૨૯) મૃત્યુ પિતાને વિકરાળ પજે ઉગામી સામે, આવી ઊભું રહે તે પણ કર્મોને અવરોધ કરનાર શુભ. કર્મરૂપી સંવરને જ વ્યવહાર કરે.
(૩૦) સ્વજને તથા નેહીઓના સંગથી નીપજતા નેહના પરિણામને સમજી લઈ તેને પરિત્યાગ કર, (૩૧) અજાણતાં કસુર થઈ જાય તે તેનું પ્રાયશ્ચિત કરવું અને (૩૨) જીવનને અંત સમય આવતાં વિશિષ્ટ આરાધના કરવી. આ પ્રમાણે બત્રીસ શિક્ષાપદે જ્ઞાનીઓએ કહેલાં છે. नाणस्स सव्वस्स पगासणाए,
अन्नाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, ___ एगन्तसोक्खं समुवेइ मोक्खं ॥ ३० ॥
[ ઉત્ત. અ૦ ૩૨, ગા. ૨ ] જ્ઞાનને સંપૂર્ણ પ્રકાશ થવાથી, અજ્ઞાન અને મેહનો સર્વથા ત્યાગ કરવાથી, અને રાગ તથા ષનો સર્વથા ક્ષય કરવાથી આ જીવ એકાંત સુખરૂપ મેક્ષને પામે છે.