________________
પરભવ ]
૩૮૩ છે, ખરેખર ! પ્રાણીઓના કર્મ જ સાચા છે, અર્થાત્ તેમનું ફળ મળ્યા વિના રહેતું નથી.
વિ. અહીં વિવિધ પ્રકારની શિક્ષાથી ભદ્રપ્રકૃતિ વગેરે ગુણે સમઝવા. ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે કે જીવે ચાર કારણથી મનુષ્યનું આયુષ્ય બાંધે છે: ઉમાભદ્રપ્રકૃતિથી. પાળિયા-વિનયવાળી પ્રકૃતિથી. સાધુરોસાપ-દયા વૃત્તિથી અને અમેરિચા-મત્સર રહિત પણું કેળવવાથી-નિરભિમાનપણું ધારણ કરવાથી. जेसिं तु विउला सिक्खा, मूलियं ते अइच्छिया । सीलवंता सविसेसा, अदीणा जंति देवयं ॥ २९ ॥
- અ. ૭, ગા. ૨૧ ] જેમની શિક્ષા વિપુલ છે, જે વિશિષ્ટ પ્રકારે શીલવંત તથા અદીનવૃત્તિને ધારણ કરનારા છે, તે મૂળ મૂડી વધારીને દેવલોકમાં જાય છે.
વિઅહીં વિપુલ શિક્ષાથી શુદ્ધ સમ્યક્ત્વ, શ્રાવકના આચાર અને અણુવ્રતાદિનું સૂચન છે. વિશિષ્ટ શીલથી શ્રાવકની પ્રતિમાઓનું સૂચન છે. જે શ્રાવકે પર્વતિથિએ પિષધ કરનારા છે તથા કાર્યોત્સર્ગાદિ ધર્મધ્યાનમાં મગ્ન થનારા છે, તેમને પણ ઉપસર્ગપરિષહ થવાના પ્રસંગ આવે છે, ત્યારે જેઓ દીન બની જતા નથી, તે અદીનવૃત્તિને ધારણ કરનારા ગણાય છે. આવું ધર્મનિષ્ઠ જીવન ગાળનારા દેવગતિને પ્રાપ્ત કરે છે.