________________
૩૯૩
હશક્ષાપદે ]
જે માર્ગમાં ઘર કરે છે, તે નક્કી સંશયગ્રસ્ત કાર્ય કરે છે. જ્યાં જવું હોય ત્યાંજ શાશ્વત ઘર કરવું જોઈએ.
વેરાવું વર્ષ વેરી, તો વુિં (MI पावोवगा य आरंभा, दुक्खफासा य अन्तसो ॥ ६ ।
( [ સુ મૃ. ૧, અ૦ ૮, ગા૦ ૭ ] એક મનુષ્ય કોઈની સાથે વૈર બાંધ્યું કે પછી તે વૈરને વધાર્યા કરે છે અને એ વૈર વધવાથી તે રાજી થાય છે. પરંતુ તે જાણતો નથી કે તમામ દુપ્રવૃત્તિઓ પાપમય હોય છે અને છેવટે તે દુ:ખને અનુભવ કરાવે છે.
किरिअं रोअए धीरो, अकिरिअं परिवज्जए । दिट्ठीए दिट्ठीसम्पन्ने, धम्मं चर सुदुच्चरं ॥ ७ ॥
[ ઉત્તવ અ૦ ૮, ગા૦ ૩૩ ] ધીર પુરુષ ક્રિયામાં–સદનુષ્ઠાનમાં રુચિ કરે અને અક્રિયા–અસદનુષ્ઠાન છેડી દે. હે પુરુષ! તું દષ્ટિની અપેક્ષા અને સમ્યગ્દષ્ટિથી સંપન્ન થા અને કઠિનાઈથી પાળી શકાય એવા ધર્મનું આચરણ કર.
कोहं माणं निगिण्हित्ता, मायं लोभं च सव्वओ । इंदियाइं वसे काउं, अप्पाणं उवसंहरे ॥ ८ ॥
ઉત્ત, અ૦ ૨૨, ગા૦ ૪૮ ] હે મુમુક્ષુઓ ! તમે ક્રોધ, માન, માયા અને લેભને સર્વ પ્રકારે નિગ્રહ કરી તથા ઈન્દ્રિયોને વશ કરી આત્માને સ્થિર કરો.