________________
વિનય (ગુસ્સેવા) ] શિષ્ય તેને સાવધાનીપૂર્વક ગ્રહણ કરે.
अणुसासणमोवायं, दुकडस्स य चोयणं । हियं तं मण्णई पण्णो, वेस्स होइ असाहुणो ॥ ४२ ॥
ઉત્તઅ. ૧, ગા૦ ૨૮ ] પ્રજ્ઞાવંત સાધુ એમ માને છે કે ગુરુ મહારાજ (મધુર કે કડવા શબ્દોથી) મારું જે અનુશાસન કરે છે, તે આત્મન્નિતિના ઉપાયરૂપ છે અને મારા દુષ્કતને નાશ કરનાર છે. પરંતુ જે અસાધુ છે, તેને એ અનુશાસન દ્વેષનું કારણ બને છે. તાત્પર્ય કે ગુરુ મહારાજે હિતબુદ્ધિથી આપેલે ઠપકે સાંભળીને જે રેષ કરે છે અથવા ગુરુ પ્રત્યે અનાદરવાળો બને છે, તે વાસ્તવિક રીતે સાધુ નથી. हियं विगयभया बुद्धा, फरुसं पि अणुसासणं । वेसं तं होइ मूढाणं, खंतिसोहिकरं पयं ॥ ४३ ॥
[ ઉત્તઅ૧, ગા. ૨૯ ] નિર્ભય અને તત્ત્વજ્ઞ શિવે ગુરુજનેના કઠેર અનુશાસનને પણ હિતકારી માને છે, જ્યારે મૂઢ-અજ્ઞાની શિષ્યને માટે શાંતિ અને આત્મશુદ્ધિકર તે પદ દ્વેષનું કારણ બને છે. .
न कोवए आयरिय, अप्पाणं पि न कोवए । बुद्धोवधाई न सिया, न सिया तोत्तगवेसइ ॥ ४४ ॥
[ ઉત્તઅ. ૧, ગા૪૦ ] વિનીત શિષ્ય આચાર્ય પર ક્રોધ કરે નહિ; તેમ પિતાના આત્મા પર પણ ફોધ લાવે નહિ; વળી તે