________________
૨૮૨
[ શ્રી વીર-વચનામૃત છે, પણ તેને ભગવ્યા અને તેને વિપાક થયો કે મુદ્ર એવા જીવિતવ્યને નાશ થાય છે. કામગુણના વિપાકનું પણ એમ જ સમજવું. તાત્પર્ય કે કામગ પ્રથમ ક્ષણે મનોહર લાગે છે, પણ ભગવ્યા પછી અત્યંત દુઃખ દેનાર થાય છે.
सव्वं विलवियं गीय, सव्वं नर्से विडम्बियं । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ।। २० ॥
[ ઉત્ત, અ૦ ૧૩, ગા૦ ૧૬ ]. કામવાસનાને પિષનારા તથા વધારનારા સર્વ ગીતે વિલાપતુલ્ય છે, સર્વ નૃત્યે વિડંબના સમાન છે અને સર્વ આભૂષણે ભારરૂપ છે. સર્વ પ્રકારની કામવાસના આખરે તે દુઃખને જ લાવનારી છે. अच्चेइ कालो तूरन्ति राइओ,
___ न यावि भोगा पुरिसाण निचा । उविच्च भोगा पुरिसं चयन्ति,
दुमं जहा खीणफलं व पक्खी ।। २१ ।।
[ ઉત્ત, અ ૧૩, ગા. ૩૧ ] કાલ વહ્યો જાય છે, રાત્રિએ વીતી જાય છે અને પુરુષના કામગ પણ નિત્ય નથી. જેમ પક્ષીઓ ફળ વિનાના વૃક્ષને તજી દે છે, તેમ કામગે પણ ક્ષીણ શક્તિવાળા પુરુષની પાસે આવીને તેને તજી દે છે.
पुरिसोरम पावकम्मुणा, पलियन्तं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया, मोहं जन्ति नरा असुंवडा ॥२२।।
[ સૂ. બુ. ૧, અ૦ ૨, ઉ૦ ૧, ગા. ૧૦ ]