________________
લેસ્યા ]
૩૬૫ હોય, તેને પલેશ્યાને પરિણામવાળો જાણ.
વિ. ઉપશાંત હોય એટલે શાંત સ્વભાવવાળે હેય. अट्टरुद्दाणि वज्जिता, धम्मसुक्काणि झायए । पसंतचित्ते दंतप्पा, समिए गुत्ते य गुत्तिसु ॥२८॥ सरागो वीयरागो वा, उवसंते जिइंदिए । एयजोगसमाउत्तो, सुक्कलेसं तु परिणमे ॥२९॥
[ ઉત્તઅ૦ ૩૪, ગા. ૩૧-૩૨ ] જે પુરુષ આત્ત અને રૌદ્ર ધ્યાનને ત્યાગ કરી ધર્મ અને શુકલધ્યાન ધરતે હેય, પ્રશાંત ચિત્તવાળા હાય, આત્મદમન કરનારે હય, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હોય, ઉપશાંત હોય, જિતેન્દ્રિય હોય, તેને સરાગ કે વીતરાગ અવસ્થામાં શુકલ લેશ્યાના પરિણામવાળો. જાણ.
વિક ચિંતનય વિષયમાં મનને એકાગ્ર કરવું તેને ધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાન ચાર પ્રકારનું છેઃ (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. જેમાં અતિ એટલે દુઃખ કે પીડાનું ચિંતન મુખ્ય હેય તે આર્તધ્યાન. જેમાં હિંસા, ક્રોધ, વૈર વગેરેનું ચિંતન મુખ્ય હેય તે રૌદ્રધ્યાન. જેમાં જિને શ્વરદેવે કહેલા ધર્મનું ચિંતન મુખ્ય હેય તે ધર્મધ્યાન અને જેમાં આત્માના શુદ્ધ સ્વરૂપની રમણતા હોય તે શુકલધ્યાન. આમાંના પ્રથમ બે ધ્યાને કર્મબંધનના કારણરૂપ હોઈ છેડવા ગ્ય છે અને પછીનાં બે ધ્યાને કર્મ–