________________
[ શ્રી વીર-વચનાત પ્રહાર થવાથી, (૩) વધારે પડતે આહાર કરવાથી, (૪) વેદના વધી પડવાથી, (૫) ખાડાખાબેચિયામાં પડી જવાથી, (૬) કેઈ સખ્ત વસ્તુ સાથે અથડાવાથી અને (૭) શ્વાસોશ્વાસનું ધન થવાથી.
सत्थग्गहणं विसभक्खणं च, जलणं जलपवेसो य । अणायारभंडसेवी, जम्ममरणाणि बंधंति ॥ ७ ॥
( ઉત્ત. અ૩૬, ગા. ૨૬૭ ] જે શસ્ત્ર ચલાવીને, વિષભક્ષણ કરીને, અગ્નિથી બળીને, પાણીમાં ડૂબીને તથા આચારભ્રષ્ટતા આદિથી મરે છે, તેમને આ સંસારમાં ઘણું પરિભ્રમણ કરવું પડે છે.
जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं । विसमं मग्गमोइणो, अक्खे भग्गम्भि सोयई ।। ८ । एवं धम्मं विउक्कम्म, अहम्मं पडिवज्जिया । बाले मच्चुमुहं पत्ते, अक्खे भग्गे व सोयई ॥ ९ ॥
ઉત્તઅ૫, ગા. ૧૩–૧૪-૧૫ ]. જાણુ-બૂઝીને સીધે-સપાટ રાજમાર્ગ છોડી વાંકાચૂકા માર્ગે ગાડું હાંકનારે જેમ ગાડામાં ધરી તૂટી જતાં શેક–સંતાપ કરે છે, તેમ ધર્મમાર્ગને છેડી અધર્મમાર્ગને ગ્રહણ કરનારો જીવ મૃત્યુ સામે આવતાં “હવે મારા જીવનની ધરી તૂટી જશે એવા વિચારથી શેકસંતાપ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે મનુષ્ય જીવન દરમિયાન ધર્મનું સારી રીતે આચરણ કર્યું હોય, તેને મરતી વખતે શેક–સંતાપ કરવાનો વખત આવતું નથી.