________________
મૃત્યુ ]
सन्तिमे य दुवे ठाणा, अक्खाया मरणन्तिया । બામમનું ચેત્ર, સામમનું તદ્દા || ૨૦ || [ ઉત્ત॰ અ॰ ૫, ગા॰ ૨ ] જિન મહર્ષિએ વડે મરણાંતના એ સ્થાન કહેવાચેલાં છે: અકામમરણ અને સકામમરણું,
વિ॰ જેમને જીવવાની આકાંક્ષા હાય છતાં મરવું પડે તે અકામમરણુ અને જે મૃત્યુને જીવનનો સનાતન નિયમ જાણી તેને અનુદ્વિગ્ન ચિત્ત કે સમભાવે સ્વીકાર કરે તે સકામમરણ.
बालाणं तु अकामं तु, मरणं असई भबे ।
पंडियाणं सकामं तु, उक्कोसेण स भवे ॥ ११ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા॰ ૩ ]
૩૭૧
અજ્ઞાનીઓનું અકામમરણુ વારવાર થાય છે અને પડિતાનું સકામમરણુ વધારેમાં વધારે એક વાર થાય છે.
વિ॰ અજ્ઞાનીએ સત્–અસા વિવેકથી રહિત હાવાને લીધે વિષયભાગમાં ડૂબે છે અને તેથી તેમનું સ'સારપરિભ્રમણ વધી જાય છે, એટલે તેમને અનિચ્છાએ પણ વારવાર મરવું પડે છે. જે પતિ એટલે તત્ત્વવેત્તા છે અને ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળે છે, તે ચાર બ્રાતીકર્મીનો ક્ષય કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી પહોંચે છે.
આ રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરનાર અંત સમયે માકીના ચાર કર્મના ક્ષય કરી અવશ્ય મુક્તિમાં જાય છે, એટલે તેને પેાતાના જીવનમાં એકજ વાર મરવાના પ્રસંગ આવે