________________
લેશ્યા ]
१७ * સર્વ લેશ્યાએ ની પ્રથમ સમયની પરિણતિમાં કોઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી. તેમજ સર્વ લેશ્યાઓની અંતિમ સમયની પરિણતિમાં પણ કોઈ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી. લેશ્યાઓની પરિણતિ પછી અંતમુહૂર્ત વ્યતીત થતાં અને અંતમુહૂર્ત શેષ રહેતાં જીવ પલેકમાં જાય છે.
વિ૦ “મતિ તેવી ગતિ” એ કહેવત જનસમાજમાં પ્રચલિત છે. તેને તત્ત્વજ્ઞાનીઓ ટેકે આપે છે. તેઓ કહે છે કે કઈ પણ જીવ આગામી ભવમાં સારાં-ખાટાં જે સ્થાને ઉત્પન્ન થવાનું હોય તેવી લેણ્યા તેને અંત સમયે પરિણમે છે. આ વેશ્યા પરિણમતી હોય ત્યારે તેના પ્રથમ કે કેટલા સમયે કોઈ જીવની પરભવમાં ઉત્પત્તિ નથી, પણ તેની વચ્ચેના કાલમાં એટલે લેસ્થાનું પરિણમન શરૂ થયા પછી અંતર્મુહૂર્ત બાદ અને લેસ્થાને પરિણમનનો અંત આવે તે પહેલાંના એક અંતર્મુહૂર્ત પહેલાં તે પરલેકમાં ઉત્પન્ન થાય છે. એટલે જીવ જે લેક્શામાં મરે છે, તે જ લેફ્સામાં ઉત્પન્ન થાય છે. तम्हा एयासि लेसाणं, अणुभागं वियाणीया । अप्पसत्थाओ वज्जित्ता, पसत्थओऽहिट्ठिए मुणी ॥३५॥
[ ઉત્ત, અ૦ ૩૪, ગા. ૬૧ ] આ પ્રમાણે લેશ્યાઓનું સ્વરૂપ તથા તેને ફલ વિસ્તાર જાણીને સાધુપુરુષે અપ્રશસ્ત લેશ્યાઓને વજી પ્રશસ્ત લેશ્યાઓમાં રહેવું ઘટે.