________________
~~
~
કષાય ]
૩૧૫:- અવજ્ઞા કરે છે, તે દીર્ધકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. પરનિદા તે સ્પષ્ટ રીતે પાપકારી છે. આ પ્રમાણે જાણુંને મુનિ પોતાના કુળ, શ્રત, તપ આદિનો મદ કરે નહિ.
વિ. ગૃહસ્થને માટે પણ આજ હિતશિક્ષા છે. न तस्स जाई व कुलं व ताणं,
___णण्णस्थ विज्जाचरणं सुचिण्णं । णिक्खम्म से सेवइऽगारिकम्म, __ण से पारए होइ विमोयणाए ॥ ८ ॥
[ સૂ૦ મૃ. ૧, અ• ૧૩, ગા૦ ૧૧ ] મનુષ્યને જાતિ કે કુલ તારી શકતા નથી. માત્ર જ્ઞાન અને સદાચાર જ તારી શકે છે. જે દીક્ષા લીધા પછી જાતિ કે કુલનું અભિમાન કરે છે, તે સાવદ્ય કર્મ કરે છે. તે પિતાના સર્વ કર્મો ખપાવીને સંસારનો પારગામી થઈ શકતું નથી.
पूयणट्ठा जसोकामी, माणसम्माणकामए । बहुं पसवइ पावं, मायसल्लं च कुव्वई ॥९॥
[ દશ૦ અ૦ ૫, ઉ૦ ૨, ગા૦ ૩૫ ]. જે સાધક પૂજા, કીર્તિ કે માન-સન્માન પામવાની ઈચ્છા કરે છે, તે અતિ પાપ કરે છે અને માયારૂપી. શલ્યને એકઠું કરે છે. सुवण्ण-रुप्पस्स उ पव्वया भवे,
सिया हु केलाससमा असंखया ।