________________
કષાય ]
૩૧૭"
ક
जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढई । दोमासकयं कज्जं, कोडीए वि न निट्टियं ॥ १३ ॥
[ ઉત્ત. અ૦ ૮, ગા. ૧૭ ] જેમ જેમ લાભ થતો જાય છે, તેમ તેમ લેભ વધતો જાય છે. લાભથી લોભની વૃદ્ધિ થાય છે. બે માસા સેનાથી થનારું કાર્ય ક્રોડે સોનામહોરથી પૂરું થયું નહિ.
વિકપિલ નામનો બ્રાહ્મણ રાજા પાસે માત્ર બે માસા સોનું માગવા ગયે હતું. રાજાએ કહ્યું કે “તારે જોઈએ તે માગ.” ત્યારે “શું માગું?” એમ વિચાર કરતાં તે એક સોનામહોર, પાંચ સોનામહોર, પચાસ સેનામહોર, એ ક્રમે ક્રમે વધતા વધતે કોડે સેનામહોર માગવાના વિચાર સુધી પહોંચી ગયા. તાત્પર્ય કે લેભને થોભ નથી, તેને કઈ મર્યાદા નથી.
कसायपच्चक्खाणेणं भन्ते ! जीवे किं जणयइ ? कसायपच्चक्खाणेणं वीयरागभावं जणयइ । वीयरागभाव-पडिवन्नेवि य णं जीवे समसुहदुक्खे
મવડું | ૪ | [ ઉત્ત, અ. ૨૯, ગા૦ ૩૬ ]. પ્રશ્ન–હે ભગવન! કષાયનો ત્યાગ કરવાથી જીવ શું ઉપાર્જન કરે ?
ઉત્તર–હે શિષ્ય! કષાયને ત્યાગ કરવાથી જીવ વીતરાગ ભાવને ઉત્પન્ન કરે છે, વીતરાગભાવને પ્રાપ્ત થયેલ