________________
૨૩૦
www
[ શ્રી વીર–વચનામૃત एए पाउकरे बुद्धे, जेहिं होइ सिणायओ । सव्वकम्मविणिमुक्कं, तं वयं बूम माहणं ॥ १४ ॥
[ ઉત્તઅ૨૫, ગા. ૩૩ ] આ ધર્મને સર્વ પ્રકટ કર્યો છે કે જે સ્નાતક થઈને (યથાખ્યાત ચારિત્ર પાળીને) સર્વકર્માથી મુક્ત થાય છે, એનું પાલન કરનારને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
एवं गुणसमाउत्ता, जे भवन्ति दिउत्तमा । ते समत्था समुद्धत्तुं, परमप्पाणमेव य ॥ १५ ॥
[ ઉત્તઅ. ૨૫, ગા. ૩૪ ] જે આવા ગુણોથી યુક્ત હોય તેઓ દ્વિજોત્તમ છે અને તેઓ જ સ્વ-પરને ઉદ્ધાર કરવામાં સમર્થ થાય છે.