________________
પડાવશ્યક ]
૩૪૫
पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए વિદુરૂ | ૪ |
[ ઉત્તર અ૦ ૨૯, ગા. ૧૧ ] પ્રશ્ન–હે ભગવન્! પ્રતિક્રમણથી જીવશું ઉપાર્જન કરે?
ઉત્તર—હે શિષ્ય! પ્રતિકમણુથી જીવ વ્રતનાં છિદ્રોને ઢાંકે, વ્રતનાં છિદ્રોને ઢાંકતાં તે જીવ આમ્રવને રોકનારે થાય, શુદ્ધ ચારિત્રવંત અને અષ્ટપ્રવચનમાતામાં ઉપગવાળે થાય તથા સમાધિપૂર્વક સંયમમાર્ગમાં વિચરે.
વિઅજ્ઞાન, મોહ કે પ્રમાદવશાત્ પિતાના મૂળ સ્વભાવથી દૂર ચાલ્યા ગયેલા જીવનું પિતાના મૂળ સ્વભાવ તરફ પાછું ફરવું તે પ્રતિક્રમણ કહેવાય છે. આ એક પ્રકારની આત્મનિરીક્ષણ કે આત્મશુધનની ક્રિયા છે. કારણ કે તેમાં આત્માએ કરેલી દરેક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરીને થયેલી ભૂલે શોધી કાઢવાની હોય છે અને તે માટે દિલગીર થવાનું હોય છે. જે ભૂલે માત્ર દિલગીરીથી સુધરે તેવી ન હોય તે માટે પ્રાયશ્ચિત ગ્રહણ કરવું પડે છે. જેમ ઘરને દરરોજ શુદ્ધ-સ્વચ્છ રાખવાથી તે રહેવા લાયક બને છે, તેમ આત્માને દરરોજ શુદ્ધ-સ્વચ્છ કરવાથી વતની આરાધના બરાબર થાય છે અને તેથી ચારિત્ર ઉત્તમ પ્રકારનું બને છે.
काउस्सग्गेणं भंते ! जीवे किं जणयइ ? का उस्सग्गेणं तीयपडुपन्नं पायच्छित्तं विसोहेइ । विसुद्धपायच्छित्ते य जीवे निव्वुयहियए